Boycott Hyundai

Boycott Hyundai: હ્યુન્ડાઈએ એવું શું નિવેદન આપ્યું કે, લોકો કરવા લાગ્યા બહિષ્કાર- આખરે કંપની માંગી માફી! વાંચો સંપૂર્ણ વિગત

Boycott Hyundai: પાકિસ્તાની યુનિટ તરફથી કરેલા વિવાદિત ટ્વીટ બાદ ભારતમાં Hyundaiના બહિષ્કારની માગ ઉઠવા લાગી

નવી દિલ્હી, 07 ફેબ્રુઆરીઃ Boycott Hyundai: મલ્ટી નેશનલ કંપની માટે તેમનો બિઝનેસ બધુ જ હોય છે. તેમના માટે તે દેશના લોકોની ભાવનાઓ પણ ખુબ જ મહત્વની હોય છે જ્યા તેઓને પોતાના યુનિટની પ્રોડક્ટ વેચવાની હોય છે. વિદેશી કંપનીઓના આ વિચાર સાથે જોડાયેલી અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે. દક્ષિણી કોરિયાઈ કંપની Hyundaiની આ ઘટના છે. જેના પાકિસ્તાની યુનિટ તરફથી કરેલા વિવાદિત ટ્વીટ બાદ ભારતમાં Hyundaiના બહિષ્કારની માગ ઉઠવા લાગી છે.

કાશ્મીરને લઈ વિવાદિત ટિપ્પણીઃ
Hyundaiના પાકિસ્તાની યૂનિટે જે ટ્વીટ કર્યું તેમાં કાશ્મીરની આઝાદીને લઈને વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટ્વીટના કારણે કંપની પર ભારે આફત આવી પડી. જેના કારણે Hyundaiના પાકિસ્તાની યૂનિટે તે ટ્વીટ ડિલીટ કરવાની ફરજ પડી. જે ટ્વીટ હાલ ભારતમાં વાયરલ થઈ રહ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં રહેતા મૂળ ભારતીય લોકોએ Hyundaiની આ હરકત સામે નારાજગી વ્યક્ત કરી છે અને Hyundaiને માફી માગવાનું પણ કહ્યું છે. 

Boycott Hyundai is trending as Indians are angry over company posts for  freedom in Indian Kashmir

માફી માગતા પણ ન આવડ્યુંઃ
આ મામલે કંપનીએ રવિવારે સાંજે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. જેના કારણે લોકોનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. ગુસ્સે ભરાયેલા લોકોએ ટ્વિટર પર હ્યુન્ડાઈને આડે હાથ લીધું. ટ્વિટર પર એક યુઝરે લખ્યું કે, એવું લાગે છે કે ભારતમાં Hyundaiને TATA બોલાવવાનો સમય આવી ગયો છે. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું કે, પાકિસ્તાની એકમની ટ્વીટની નિંદા કરતી વખતે માફી માંગવાને બદલે, ભારતનું એકમ અલગ ધૂનમાં ગાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ pakistan said give lata mangeshkar and take kashmir: જ્યારે પાકિસ્તાને કહ્યું હતું લતા મંગેશકર આપી દો અને કાશ્મીર લઈ લો, વાંચો આ રસપ્રદ કિસ્સો

Hyundaiની સ્પષ્ટતાઃ
કંપનીએ કહ્યું છે કે, તે ભારતમાં છેલ્લા 25 વર્ષથી બિઝનેસ કરી રહી છે અને રાષ્ટ્રવાદની ભાવનાનું દિલથી સન્માન કરે છે. કંપની સાથે સંકળાયેલા સોશિયલ મીડિયા પોસ્ટ આ મહાન દેશ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાની વિરુદ્ધ છે. અમે આ દેશ અને તેના લોકોના ભલા માટે પ્રયત્નો કરતા રહીશું. આ નિવેદન બાદ લોકો કંપની પર ગુસ્સે થયા હતા.

વાયરલ પોસ્ટ સાથે કોઈ લેવા-દેવા નહીંઃ Hyundai
ટ્વિટર પર હ્યુન્ડાઈના બહિષ્કારના વલણને પગલે, તેની ભારતીય પેટાકંપનીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, તે ભારતીય રાષ્ટ્રવાદનું સન્માન કરે છે. કંપનીએ દક્ષિણ કોરિયા પછી હ્યુન્ડાઈ બ્રાન્ડ માટે ભારતને બીજું ઘર પણ ગણાવ્યું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ નિવેદનમાં કહ્યું કે, તે લાંબા સમયથી ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે. અમને એવી પોસ્ટ સાથે જોડવામાં આવી રહ્યા છે, જેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. આ અમારી સેવા અને ભારત જેવા મહાન દેશ પ્રત્યેની અજોડ પ્રતિબદ્ધતા માટે એક ફટકો છે.

વાયરલ પોસ્ટ બાદ આવ્યું નિવેદનઃ
હ્યુન્ડાઈ પાકિસ્તાન નામના ટ્વિટર હેન્ડલ પરથી શનિવારે એક પોસ્ટ કરવામાં આવી હતી. તે પોસ્ટમાં કાશ્મીર પર પાકિસ્તાનના વલણની તરફેણમાં લખ્યું હતું. જો કે તે વેરિફાઈડ અકાઉન્ટ નથી. પરંતુ  પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. અને ભારતીય વપરાશકર્તાઓને આ પસંદ ન આવ્યું અને આજે સવારથી, #BoycottHyundai ટ્વિટરથી ગૂગલ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું.

Gujarati banner 01