Demand for offline education in ambaji

Demand for offline education in ambaji: અંબાજીમાં આજથી શરૂ થયેલી સંસ્થાઓ શરૂ તો થઇ પણ વિદ્યાર્થીઓ નહિવત જોવા મળ્યા- વાંચો વિગત

Demand for offline education in ambaji: ઓનલાઈન અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતા મોબાઈલથી બાળકો અન્યત્ર દોરાય છે, ઓફલાઈન એજ્યુકેશન રેગ્યુલર કરવા માંગ.

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 07 ફેબ્રુઆરીઃ Demand for offline education in ambaji: કોરોના મહામારી ની ત્રીજી લહેર ને લઇ ગત 07 જાન્યુઆરીથી બંધ થયેલી શૈક્ષણિક સંસ્થાઓ એક મહિના બાદ આજથી ફરી શરૂ કરવામાં આવી છે સરકારની SOP અને કોરોનાની ગાઈડ લાઈન સાથે આજથી શરૂ થયેલી સંસ્થાઓ શરૂ તો થઇ છે પણ વિદ્યાર્થીઓ નહિવત જોવા મળી રહ્યા છે

યાત્રાધામ અંબાજીમાં 7 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે જ્યાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પણ એકલ દોકલ સંખ્યામાં વિદ્યાર્થીઓ નજરે પડતા હતા જ્યાં શાળાઓ માં બાળકો નો કિલ્લોલ ગુંજવો જોઈએ તેના બદલે શાળાઓ શરૂ થવા છતાં સન્નાટો જોવા મળી રહ્યો છે તેમાં પણ ધોરણ 1 થી 5 ના વર્ગ ના એક પણ વિદ્યાર્થી જોવા મળ્યા ન હતા જેના કારણે ચાલુ શાળાએ વર્ગો ને તાળાબંધી જોવા મળી હતી અને ધોરણ 6 થી 9 માં માંડ બે થી ત્રણ ટકા જ હાજરી વિદ્યાર્થીઓ ની જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Boycott Hyundai: હ્યુન્ડાઈએ એવું શું નિવેદન આપ્યું કે, લોકો કરવા લાગ્યા બહિષ્કાર- આખરે કંપની માંગી માફી! વાંચો સંપૂર્ણ વિગત

જોકે શિક્ષકો ડોર ટુ ડોર વાલીઓ ની પરમિશન લેવા સાથે વિદ્યાર્થીઓ ને શાળા માં આવવા જણાવતા હોવાનું શાળા ના સંચાલકો જણાવી રહ્યા છે એટલુંજ નહીં જ્યાં બાળકો ને મોબાઈલ થી દૂર રાખવાની પ્રેરણા અપાતી હતી તેના બદલે ઓનલાઇન શિક્ષણ ની પ્રથા શરૂ કરાતા નાના બાળકો ને પણ સ્માર્ટ ફોન સાથે સતત જોડાયેલા રહેવું પડતું હોવાથી અને મોબાઈલ માં એજ્યુકેશન એપ સિવાય ની અન્ય રમતો ની એપ ની લત્તે ચડેલા વિદ્યાર્થીઓ ઉપર મોબાઇલ ની ખોટી અસર થતી હોવાથી શાળાઓ ને હવે ઓફલાઈન જ રાખવામાં આવે તેવી માંગ કરી રહી છે

જયારે આજથી ઓફલાઈન શરૂ થતા વિદ્યાર્થીઓ માં ખુશીની લાગણી જોવા મળી હતી પણ શાળા માં વિદ્યાર્થીઓ ની પૂરતી સંખ્યા જોવા ન મળતા શાળા એ આવેલા બાળકો ને આજે એકલતા પણું લાગ્યું હતું એટલુંજ નહીં હવે વિદ્યાર્થીઓ પણ ઘરે ઓનલાઇન શિક્ષણ થી કંટાળ્યા હોય તેમ સરકાર શાળા ના કડક નિયમો બનાવી શાળાઓ ઑફલાઇન ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે ઓનલાઇન શિક્ષણ કરતા ઑફલાઇન પ્રત્યક્ષ શિક્ષક ની સંપૂર્ણ ગાઇડલાઇન સાથે મેળવેલું શિક્ષણ વધુ અસરકારક રહેતું હોવાથી હવે વિદ્યાર્થીઓ ફરી શાળાઓ બંધ ન કરવા જણાવી રહ્યા છે.

Gujarati banner 01