Asit vohra

Asit Vora resigns: GSSSBના ચેરમેન અસિત વોરાએ આપ્યું રાજીનામું

Asit Vora resigns: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોપ્યું રાજીનામું

અમદાવાદ, 07 ફેબ્રુઆરી: Asit Vora resigns:  ગૌણ સેવા પસંદગી બોર્ડના ચેરમેન પદેથી અસીત વોરાએ રાજીનામું આપી દીધું છે. હેડ ક્લાર્ક પરીક્ષા બાદ ઘણા સમયથી વિદ્યાર્થી ઉમેદવાર તેમજ વિપક્ષ સહિત યુવરાજ સિંહ જાડેજા દ્વારા સરકાર સમક્ષ અનેક વખત રાજીનામાંની માંગ કરવામાં આવી હતી. જે બાદ આજે અસિત વોરાએ રાજીનામું આપી દીધું હોવાના મોટા સમાચાર મળી રહ્યા છે.

આઇ.કે.જાડેજા તેમજ બળંવત રાજપૂતનું પણ રાજીનામું લેવાયું

તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતના રાજીનામાના લઇને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું છે.

આ પણ વાંચો: Khodiar jayanti cancel: અંબાજી માં ખોડિયાર જયંતિ ના કાર્યક્રમો રદ્દ કરાયા

ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અસિત વોરા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને આ ઉપરાંત રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી ગઇ હતી. અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે કેમ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થઇ હતી. 

Gujarati banner 01