Light-Sound Show in Dhordo: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરાવ્યો
Light-Sound Show in Dhordo: ધોરડો પહોંચ્યા મુખ્યમંત્રીએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા
અમદાવાદ, 26 ડિસેમ્બરઃ Light-Sound Show in Dhordo: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઇઝેશનનો પ્રેસ્ટીજીયસ અવોર્ડ- ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ નું સન્માન મેળવેલા ધોરડોમાં રણોત્સવ અન્વયે વધુ એક પ્રવાસન આકર્ષણ એવા લાઈટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી મંગળવારે મોડી સાંજે ધોરડો પહોંચ્યા હતા અને સફેદ રણનું સૌન્દર્ય નિહાળવા સાથે લાઈટ એન્ડ સાઉન્ડ શો નો આરંભ કરાવ્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા.
ઊર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા પ્રવાસન પ્રેમીઓ અને ગ્રામજનો વગેરે આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો… Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો