PM Modi inaugurates oxygen plant

Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રી આવતીકાલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે

Bharat Sankalp Yatra: આ કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાશે

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ Bharat Sankalp Yatra: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ડિસેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.

15મી નવેમ્બરના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી, પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિતપણે વાતચીત કરી છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા (30મી નવેમ્બર, 9મી ડિસેમ્બર અને 16મી ડિસેમ્બર) ત્રણ વખત વાતચીત થઈ છે.

ઉપરાંત, પ્રધાનમંત્રીએ તેમની તાજેતરની વારાણસીની મુલાકાત દરમિયાન સતત બે દિવસ (17મી-18મી ડિસેમ્બર) દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે શારીરિક રીતે વાતચીત કરી હતી.

આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરીને સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો… PM Modi inaugurated SemiconIndia 2023: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગાંધીનગરમાં સેમિકોનઇન્ડિયા 2023નું ઉદઘાટન કર્યું

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો