Maharati specially organized by children: નાના બાળકો દ્વારા વિશેષ રૂપ થી એક મહાઆરતી આયોજન; આ બાળકો ભીક્ષાવૃર્તી કરી પોતાના ઘર પરીવાર નું ગુજરાન ચલાવવાં હતા

Maharati specially organized by children: ખાસ કરી ને ભીક્ષાવૃર્તી સાથે સંકળાયેલાં ભરથરી સમાજ નાં લોકો તેમનાં કાચાં ઝુંપડા માં રહેતાં હોઇ તેમની માનસીકતા બદલવાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને પાકા મકાનો મળે તે માટે હાલ 33 જેટલાં પ્લોટો આ પરીવારો ને આપવાનું નક્કી કરાયુ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 09 એપ્રિલ:
Maharati specially organized by children: શક્તિપીઠ અંબાજી નાં ગબ્બરગઢ ખાતે યોજાઇ રહેલાં ત્રીદિવસીય પરીક્રમા મહોત્સવ માં નાના બાળકો દ્વારા વિશેષ રૂપ થી એક મહાઆરતી આયોજન કરવામાં આવી હતી. આ આરતી કરનાર બાળકો કોઇ પ્રોફેસનલ ન હતાં પણ ભુતકાળ માં અંબાજી ગબ્બર પંથક માં જ આ બાળકો ભીક્ષાવૃર્તી કરી પોતાના ઘર પરીવાર નું ગુજરાન ચલાવવાં માટે મદદ રૂપ થતાં હતા.

ત્યારે અંબાજી શ્રી શક્તિ સેવા કેન્દ્ર નાં સંચાલક ઉષાબેન અગ્રવાલ પરીવાર સાથે ગબ્બર નાં દર્શનાર્થે ગયેલ ત્યારે આ ભીક્ષવૃર્તી કર્તા બાળકો ને જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠેલું ને આવા બાળકો ભીક્ષા માટે નહીં પણ ભણવાં માટે છે. તેને લઇ એક સંકલ્પ સાથે ઉષાબેને બાળકો ભીખે નહીં પણ ભણવાં જઇએ તેવી થીમ સાથે તેમનાં વાહરે આવ્યા ને તેમનાં માં ભણતર માટે નું બીજ વાવી જીવનમાં કાંઇ ક નવું કરી અન્ય સમાજ સાથે તાલ મિલાવવાનું શરૂ કર્યુ. એટલુંજ નહીં તેમના ઘર પરીવાર ની સ્ત્રીઓ પણ ભીક્ષાવૃર્તી જેવી પવૃર્તી માં જોડાય નહીં તે માટે ખાસ કરી મહીલા સશક્તિકરણ અભીયાન શરૂ કરી જાતે મહેનત કરી પગભર બને તે માટે નાં પણ ઉષાબેન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

Maharati specially organized by children ambaji

હાલમાં જે રીતે (Maharati specially organized by children) સરકાર ખેલકુદ ને વિશેષ મહત્વ આપી રહી છે ને તેવામાં આવા ભીક્ષાવૃર્તી કરી રહેલાં બાળકો ભીક્ષાવૃર્તી છોડી ખેલકુદ માં પણ આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે તેમની સાથે આ વિસ્તાર નાં આદીવાસી બાળકો પણ ખેલકુદ માટે નું માર્ગદર્શન ને ટ્રેનીંગ મેળવી શકે તે માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા સ્પોર્ટસ એકડમી પણ શરૂ કરી બાળકો રાજ્ય જ નહીં પણ દેશ લેવલે નામના મેળવી શકે તેવાં યથાગ પર્યાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરી ને ભીક્ષાવૃર્તી સાથે સંકળાયેલાં ભરથરી સમાજ નાં લોકો તેમનાં કાચાં ઝુંપડા માં રહેતાં હોઇ તેમની માનસીકતા બદલવાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમને પાકા મકાનો મળે તે માટે હાલ 33 જેટલાં પ્લોટો આ પરીવારો ને આપવાનું નક્કી કરાયુ

જ્યાં 33 મકાનો નું નિર્માણ કાર્ય શરૂ કરાવ્યું તેમજ બાકી નાં 41 જેટલાં વધુ મકાનો આપી સમગ્ર ભીક્ષાવૃર્તી કરતાં પરીવારો પોતાના પાકાં મકાનો માં રહે ને એક કલંક રૂપી ભીક્ષા થી મુક્ત બની અન્ય સમાજ ની જેમ માનભેર જીવી શકે તે માટે ઉષાબેન અગ્રવાલ દ્વારા કરાયેલાં યથાર્ત પ્રયાસો આજે ફલીફુત થઇ રહ્યા છે.

ગબ્બર ખાતે વિશેષ આરતી કરનાર(Maharati specially organized by children) બાળકો એક નવી ઓળખાન લઇ ભીક્ષાવૃર્તી કરવાર નહીં પણ આરતી કરનાર બાળક તરીકે ઓળખ પામી રહ્યા છે. ખાસ કરીને આ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 84 જેટલાં મકાન નિર્માણ થવાં જઇ રહ્યુ છે. ત્યારે શક્તિપીઠ અંબાજી હોઇ સોસાયટી નું નામ પણ શ્રીશક્તિ વસાહત રૂપે નામ કરણ કરવામાં આવશે.

આ પણ વાંચો..Amdavad One station one product: અમદાવાદ સ્ટેશન પર હેન્ડલૂમ કાર્પેટ અને અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *