રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા (Medical Student Exam) મોકૂફ રાખવાનો નિર્ણય

Medical Student  Exam

જેમની થિયરીની પરીક્ષા હાલ ચાલી રહી છે, તે થિયરીની પરીક્ષા(Medical Student Exam)ઓ રાબેતા મુજબ ચાલુ રહેશે

  • મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ કોરોનાના સર્વેલન્સ, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરીમાં જોડાશે
  • વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ સિનિયર સ્ટુડન્ટ્સને મ્યુનિસિપલ કમિશનર-જિલ્લા કલેક્ટર સમક્ષ તાત્કાલિક હાજર થવા આદેશ
  • એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી, આયુષના સિનિયર સ્ટુડન્ટ્સને કોવિડ ડ્યુટીમાં જોડવામાં આવશે

ગાંધીનગર, 18 માર્ચઃ Medical Student Exam: રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને આ કામગીરીમાં જોડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

ADVT Dental Titanium

આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે આ કામગીરી માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ફેકલ્ટી ડીન સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યની જુદી-જુદી મેડિકલ કૉલેજોમાં થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમની થિયરીની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા બાકી છે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો (Medical Student Exam) નિર્ણય લેવામાં આવ્યો છે. આવા તમામ વિદ્યાર્થીઓએ કોવિડ ડ્યૂટી માટે ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનું રહેશે. જેમની થિયરીની પરીક્ષાઓ હાલમાં ચાલી રહી છે, તે પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. ડૉ. જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું કે, થર્ડ યર-ફાઇનલમાં અભ્યાસ કરતાં અને હાલ જેમની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે, તેવા તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી કોવિડ ડ્યૂટીમાં જોડાવાનું રહેશે.

Whatsapp Join Banner Guj


શહેરી વિસ્તારની કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની કૉલેજના પ્રિન્સિપાલના સંકલનમાં રહીને મ્યુનિસિપલ કમિશનરનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે અને શહેરી વિસ્તાર સિવાયના જિલ્લાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની કૉલેજના પ્રિન્સિપાલના સંકલનમાં રહીને તાત્કાલિક જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યા છે.એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી અને આયુષ સહિતના તમામ થર્ડ યરના સિનિયર સ્ટુડન્ટ્સે આ કામગીરીમાં જોડાવાનું રહેશે. તદુપરાંત, જરૂર પડ્યે જુનિયર સ્ટુડન્ટ્સને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે તેમ આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…

Big Breaking: AMC લીધો મહત્વનો નિર્ણય, શહેરમાં રાત્રિ કર્ફ્યૂૂના સમયમાં ફરફાર, શનિ-રવિ તમામ મોલ અને થિયેટરો રહેશે બંધ