39896474 2c6e 4555 8f68 f70684a5b6b9

Big Breaking: AMC લીધો મહત્વનો નિર્ણય, શહેરમાં રાત્રિ કર્ફ્યૂૂના સમયમાં ફરફાર, શનિ-રવિ તમામ મોલ અને થિયેટરો રહેશે બંધ

39896474 2c6e 4555 8f68 f70684a5b6b9

અમદાવાદ, 18 માર્ચઃ રાજ્યના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મહત્વના નિર્ણયો(Big Breaking) લીધાં છે. અમદાવાદમાં આવતી કાલથી રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફર્યું રહેશે. ઉપરાંત શનિવાર અને રવિવારે તમામ મોલ અને સિનેમા થિયેટરો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો.

ADVT Dental Titanium

ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1276 નવા કેસો નોંધાયા છે જ્યારે નવા 3 મૃત્યુ થયા બાદ કુલ મૃત્યુઆંક 4433 એ પહોંચ્યો છે. ગુજરાતમાં સક્રિય કેસો પણ 5684 એ પહોંચ્યા છે. 899 નવા દર્દીઓ સાજા થયા બાદ કુલ 2,72, 332 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,55,174 વ્યક્તિઓનું રસીકરણ પ્રથમ ડોઝ માટે થયું છે.

આ પણ વાંચો….

બીજેપીને મળ્યો રામનો સાથઃ અભિનેતા અરુણ ગોવિલ(Arun govil)ની ભાજપમાં એન્ટ્રી