Narendra Modi inaugurated the multi-crore housing: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ મહાત્મા મંદિરથી કરોડોના ખર્ચે બનેલા આવાસોનું લોકાર્પણ કર્યું
Narendra Modi inaugurated the multi-crore housing: વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિર ખાતેથી રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું
ગાંધીનગર, 12 મેઃ Narendra Modi inaugurated the multi-crore housing: વડાપ્રધાન મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ શિક્ષક સંઘના અધિવેશનમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શિક્ષકોને સંબોધિત કર્યા હતાં. ત્યાર બાદ તેઓ સીધાજ મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું.
ગરબ કલ્યાણ માટે 3 લાખ કરોડનું બજેટ
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમે સરકારના આવાસમાં માતા-બહેનનું નામ જોડ્યું, લખપતિ દીદી હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી મને આશીર્વાદ આપે છે. સરકાર લાભાર્થીઓ પાસે ખુદ જઈ રહી છે. સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે.
લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી. પરંતુ બધાને એકસમાન મળે છે. જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે. વિકાસે જે રફ્તાર પકડી છે તે જોઈને મને ખૂબ જ આનંદ અનુભવું છું, હાલમાં ગરબ કલ્યાણ માટે 3 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
અમે દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ
ગુજરાતના 25 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. 2 લાખ સગર્ભાને માતૃ વંદના હેઠળ સહાય આપવામાં આવી છે. ગુજરાતના હજારો લોકો માટે રોજગારી લાવવાના છીએ. એક સમય હતો કે જીવનની મૂળભૂત સુવિધાઓ માટે દેશના લોકોને દૂર રાખ્યા હતા. ઘણા લોકોએ માની લીધુ હતું કે, હું ઝુપડીમાં જન્મ્યો અને મારી આવનારી પેઢી પણ ઝુપડીમાં જન્મશે. આ સ્થિતિમાંથી દેશ બહાર આવી રહ્યો છે. અમે દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ.
WHOના વડાએ ભારતીય શિક્ષકોની પ્રશંસા કરી: PM મોદી
વડાપ્રધાને કહ્યું હતું કે, WHOના વડાએ ભારતીય શિક્ષકોની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત મોદીએ કહ્યું કે- હું આજીવન વિદ્યાર્થી છું તેમ ગર્વથી કહું છુ. 21મી સદીમાં ઝડપથી બદલતા સમયમાં દેશની શિક્ષા વ્યવસ્થા બદલાઇ રહી છે. અગાઉના શિક્ષકો સામે સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો. પરંતુ હવે આધુનિક સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શાળાઓ સજ્જ બનતી જાય છે.
આ પણ વાંચો… Urfi Javed VS Ashneer Grover: ઉર્ફી જાવેદે અશ્નીર ગ્રોવર સાથે લીધો બદલો! પોસ્ટ શેર કરી ઉડાવી મજાક