Sameer Wankhede

Case Filed Against Sameer Wankhede: સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી, કેન્દ્રીય તપાસ એજન્સીએ આ મામલે દાખલ કર્યો કેસ

Case Filed Against Sameer Wankhede: સમીર વાનખેડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડના કારણે ચર્ચામાં આવ્યા હતા

નવી દિલ્હી, 12 મેઃ Case Filed Against Sameer Wankhede: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસમાં ચર્ચામાં આવેલા અધિકારી સમીર વાનખેડે સામે કેસ નોંધવામાં આવ્યો છે. CBIએ IRS ઓફિસર સમીર વાનખેડે અને અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ સંબંધમાં, મુંબઈમાં તેમના પરિસરની તપાસ કરવામાં આવી હતી.

ખબર હોય કે, વાનખેડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ધરપકડના કારણે ચર્ચામાં આવી હતી. સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય બે આરોપીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 29 જગ્યાએ આરોપીની શોધ ચાલી રહી છે.

જણાવી દઈએ કે જ્યારે NCBમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્ર વિરુદ્ધ ડ્રગ્સ કેસની તપાસ કરી હતી. તે સમયે તેઓ એનસીબીના વડા હતા. બાદમાં આર્યનને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અને ડ્રગ્સનો કેસ બંધ થયો હતો.

આર્યન ખાન કેસ બાદ એનસીબીએ સમીર વાનખેડે સામે વિજિલન્સ તપાસ હાથ ધરી હતી. જેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને પણ સોંપવામાં આવ્યો હતો. જેમાં વાનખેડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

NCBની વિજિલન્સની તપાસમાં અપ્રમાણસર મિલકતો મળી આવી હતી અને તે ભ્રષ્ટાચાર દ્વારા જમા કરવામાં આવી હોવાની આશંકા છે.

આ પણ વાંચો… Jamnagar-Vadodara Intercity Express: જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આ સ્ટેશન સુધી જશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો