Night Curfew image 600x337 1

Night curfew in Gujarat: તહેવારોને જોતા ગુજરાતમાં રાત્રી કરફ્યુના નિયમો વધુ એક મહિનો લંબાવ્યા- આ નિયમો 8 શહેરો પર લાગુ- વાંચો વિગત

Night curfew in Gujarat: ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર,જામનગર, જુનાગઢ અને ગાંધીનગર સહિતના આઠ શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યુ લાગુ

અમદાવાદ, 09 ઓક્ટોબરઃ Night curfew in Gujarat: હાલ નવરાત્રીનો તહેવાર શરુ થયો છે, થોડા સમયમાં દિવાળી નો તહેવાર શરુ થશે. આ તહેવારોને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે કર્ફ્યુ સહિતના નિયંત્રણો વધુ એક મહિનો લંબાવતા 10 નવેમ્બર સુધી કર્યા છે.જે મુજબ રાજ્યના મુખ્ય આઠ શહેરોમાં હવે 10 નવેમ્બર સુધી રાતના 12થી સવારના છ સુધી કર્ફ્યુ રહેશે.

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર,જામનગર, જુનાગઢ અને ગાંધીનગર સહિતના આઠ શહેરોમાં હાલ રાત્રી કર્ફ્યુ લાગુ છે અને જે રાતના 12થી સવારના છ સુધીનો છે.સરકારના ગૃહવિભાગના છેલ્લા ઠરાવ મુજબ આ સહિતના નિયંત્રણો 10મી ઓક્ટોબર સુધીના હતા.

નવરાત્રી બાદ દિવાળીના તહેવારો શરૂ થનાર છે ત્યારે સરકારે કર્ફ્યુ સહિતના નિયંત્રણો વધુ એક મહિના માટે લંબાવ્યા છે. જે મુજબ આઠ મુખ્ય શહેરોમાં રાત્રી કર્ફ્યુ 10 નવેમ્બર સુધી રહેશે. રાત્રી કર્ફ્યુ રાતના 12થી સવારના છ વાગ્યો સુધીનો જ રહેશે. સરકારના 24મી સપ્ટેમ્બરના હુકમથી લાગુ કરાયેલા અન્ય નિયંત્રણો પણ  10મી નવેમ્બર સુધી લાગુ રહેશે.

આ પણ વાંચોઃ Neet SS Exam Date: NEET SS પરીક્ષાની તારીખ જાહેર, 1 નવેમ્બરથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા થશે શરૂ

Whatsapp Join Banner Guj