Mucormycosis

New case mucormycosis: આ શહેરમાં મ્યૂકોરમાઇકોસિસના ૧૮ કેસ નોંધાયા, દર્દીઓ હાલ સારવાર હેઠળ દાખલ- વાંચો વિગત

New case mucormycosis: શહેરમાં ચોવીસ કલાક દરમિયાન કોરોનાના ટેસ્ટ માટે કુલ ૨,૫૩૦ લોકોના સેમપ્લ લેવામાં આવ્યા હતા.જે પૈકી માત્ર એક કેસ પોઝિટિવ આવ્યો છે

વડોદરા, 09 ઓક્ટોબરઃ New case mucormycosis: કોરોના અને મ્યૂકોરમાઇકોસિસના બે નવા કેસ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યા છે.જ્યારે તાવના ૭૮૦ કેસ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં ચોવીસ કલાક દરમિયાન કોરોનાના ટેસ્ટ માટે કુલ ૨,૫૩૦ લોકોના સેમપ્લ લેવામાં આવ્યા હતા.જે પૈકી માત્ર એક કેસ પોઝિટિવ આવ્યો છે.

કુલ ૧૨ એક્ટિવ કેસ હાલમાં છે.સારવાર બાદ સાજા થયેલા ત્રણ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ચોવીસ કલાક દરમિયાન શહેરમાં મ્યૂકોરમાઇકોસિસનો એક નવો પોઝિટિવ કેસ સયાજી હોસ્પિટલમાં આવ્યો છે.હાલમાં સયાજીમાં કુલ ૧૫ અને ગોત્રીમાં ત્રણ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

આ પણ વાંચોઃ Night curfew in Gujarat: તહેવારોને જોતા ગુજરાતમાં રાત્રી કરફ્યુના નિયમો વધુ એક મહિનો લંબાવ્યા- આ નિયમો 8 શહેરો પર લાગુ- વાંચો વિગત

ચોવીસ કલાક દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના ૨૬,ચિકનગુનિયાના ૨૦,ઝાડાના ૩૫,અને તાવના ૭૮૦ પોઝિટિવ કેસ આવ્યા છે.જ્યારે સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના શંકાસ્પદ ૧૮૪ કેસ આવ્યા હતા.જે પૈકી ૩૬ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ચિકનગુનિયાના શંકાસ્પદ ૧૮૪ પૈકી ૭ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

કોર્પોરેશનની ૨૦૦ ટીમ દ્વારા શહેરના ૩૧૫ વિસ્તારોની મુલાકાત લઇ ૩૧,૫૧૯ મકાનોમાં તપાસ કરવામાં આવી હતી.જે પૈકી ૧૧,૯૬૨ મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યુ હતું.તેમજ ૨૮ કન્સટ્રક્શન સાઇટ પર કામગીરીની ચકાસણી કરી પાંચ સાઇટને નોટિસ આપવામાં આવી હતી.૧૩ હોસ્ટેલ અને સ્કૂલમાં તપાસ કરીને ચારને નોટિસ મોકલી છે

આ પણ વાંચોઃ Aryan Khan drugs case update: આર્યન ખાન, અરબાઝ અને મુનમુનની જામીન અરજી ફગાવાઈ, વાંચો આર્યનના વકીલે કોર્ટમાં આપેલી દલીલો વિશે

Whatsapp Join Banner Guj