Online public grievance redressal: મુખ્યમંત્રીએ નાગરિકોની સુવિધામાં વૃધ્ધિ કરતા જનહિત નિર્ણયોની કરી જાહેરાત
- નિશ્ચિત સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી કે બાધિત ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને સેલ્ફ ડેક્લેરેશન માન્ય રાખવામાં આવશે.
- ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ હવે ઓનલાઇન મળશે
- બિનખેતી હુકમો બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટીકાર્ડ ઉપલબ્ધ થશે
- બિનખેતી હુકમોની મંજુરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે અને વર્ષ ૨૦૧૯થી નોંધાયેલા દસ્તાવેજોની ડિજીટલી સાઇન્ડ નકલ ઓનલાઇન ઉપલબ્ધ થશે
- હુકમી નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની ૧૩૫/ડી નોટીસની સમયમર્યાદા ૩૦ દિવસથી ઘટાડી ૧૦ દિવસ કરવામાં આવી
- લેન્ડ રેવન્યુ કોડની કલમ-૭૩એએ ની મંજુરી પ્રક્રિયા હવે ઓનલાઇન થશે
- ગણોત ધારા કલમ-૩૨ એમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદતમાં ૩ વર્ષનો વધારો કરાયો છે, ગણોત ધારા કલમ-૪૩ તથા કલમ-૬૩ ની મુદત અનુક્રમે ૨ વર્ષથી વધારી ૫ વર્ષ તથા ૫ વર્ષથી વધારી ૧૦ વર્ષ સુધીની સત્તા કલેક્ટરશ્રીને આપવામાં આવી છે
- PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રખાશે
- સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદૃઢિકરણ માટે ઇ-સરકાર પોર્ટલ
- જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનાવતી-My Ration Mobile App
- સ્વરોજગારની ડિજિટલ સેવા આપતા E-કુટીર પોર્ટલ
- વન વિભાગ દ્વારા ટિંબર ટ્રાન્ઝીટ પાસ મંજૂરી માટેના પોર્ટલ
- પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે એન્ટરપ્રાઇઝ એપ્લીકેશન પ્લેટફૉર્મ અને મોબાઇલ એપ
Online public grievance redressal: નાગરિકો નો અવાજ સાંભળી, સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ ગુડ ગર્વનન્સ- દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે જ રાજ્ય સરકારનો ધ્યેય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર, ૨૫ ડિસેમ્બર: Online public grievance redressal: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓના લાભ મળે તે રાજ્ય સરકારનો ધ્યેય છે. નાગરિકો નો અવાજ સાંભળી, સમસ્યાઓ નિવારવા સરકાર પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે જ સરકારની સફળતા અને ગુડ ગર્વનન્સ-સુશાસન છે.
મુખ્યમંત્રીએ સુશાસન સપ્તાહના પ્રથમ દિવસે ગાંધીનગર સચિવાલય ખાતે અદ્યતન ટેક્નોલૉજીયુક્ત માળખાકીય સુવિધા સાથેના જનસંપર્ક એકમ- સ્વાગત કક્ષનો અને રાજ્ય સરકારની વિવિધ ગુડ ગવર્નન્સ પહેલોનો પ્રારંભ કરાવ્યા બાદ કહ્યું કે, સામાન્યમાં સામાન્ય માનવીને શાસનમાં પોતીકાપણું અનુભવ થાય તે માટે રાજ્ય સરકારે આ વિવિધ પ્રકલ્પો આરંભ્યા છે. છેવાડાના માનવી- દરિદ્રનારાયણને પણ વિકાસના લાભ મળે તેવા અટલજીના સંકલ્પને આ પ્રકલ્પો સાકાર કરશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોની સુવિધામાં વૃધ્ધિ કરતા જનહિત નિર્ણયોની જાહેરાત કરતા કહ્યું કે, નિશ્ચિત સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી કે બાધિત ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને સેલ્ફ ડેક્લેરેશન માન્ય રાખવામાં આવશે. ડિજીટલી પ્રમાણિત પ્રોપર્ટીકાર્ડ હવે ઓનલાઇન મળશે, બિનખેતી હુકમો બાદ ઓટો જનરેશનથી પ્રોપર્ટીકાર્ડ ઉપલબ્ધ થશે, બિનખેતી હુકમોની મંજુરી બાદ બાંધકામ અંગેની સમયમર્યાદા દૂર કરવામાં આવી છે અને વર્ષ ૨૦૧૯થી નોંધાયેલા દસ્તાવેજોની ડિજીટલી સાઇન્ડ નકલ ઓનલાઇન ઉપલબ્ધ થશે.

Online public grievance redressal: તેમણે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું કે, હુકમી નોંધ અને બેંક દ્વારા બોજા દાખલ તથા દૂર કરવા અંગેની નોંધો માટેની ૧૩૫/ડી નોટીસની સમયમર્યાદા ૩૦ દિવસથી ઘટાડી ૧૦ દિવસ કરવામાં આવી છે, લેન્ડ રેવન્યુ કોડની કલમ-૭૩એએ ની મંજુરી પ્રક્રિયા હવે ઓનલાઇન થશે, ગણોત ધારા કલમ-૩૨ એમ અંતર્ગત ખરીદ કિંમત ભરપાઇ કરવાની મુદતમાં ૩ વર્ષનો વધારો કરાયો છે, ગણોત ધારા કલમ-૪૩ તથા કલમ-૬૩ ની મુદત અનુક્રમે ૨ વર્ષથી વધારી ૫ વર્ષ તથા ૫ વર્ષથી વધારી ૧૦ વર્ષ સુધીની સત્તા કલેક્ટરને આપવામાં આવી છે, PMJAY-MA યોજનાના લાભાર્થીઓને તલાટી દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય રખાશે.
મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્ય સરકારની વિવિધ ગુડ ગવર્નન્સ પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો જેમાં, સરકારના વિભાગો વચ્ચે સંકલન અને સુદૃઢિકરણ માટે ઇ-સરકાર પોર્ટલ, જાહેર વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બનાવતી-My Ration Mobile App, સ્વરોજગારની ડિજિટલ સેવા આપતા E-કુટીર પોર્ટલ, વન વિભાગ દ્વારા ટિંબર ટ્રાન્ઝીટ પાસ મંજૂરી માટેના પોર્ટલ, પાણી પુરવઠા વિભાગની સુગ્રથિત વ્યાપક કાર્યપદ્ધતિ માટે એન્ટરપ્રાઇઝ એપ્લીકેશન પ્લેટફૉર્મ અને મોબાઇલ એપનો સમાવેશ થાય છે.
Online public grievance redressal: મુખ્યમંત્રીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે, ‘સુશાસન દિવસે’ ‘સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ’ને સમયાનુકુલ વધુ અદ્યતન સુવિધાઓ સાથે સુદ્રઢ બનાવી રહ્યા છીયે. રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા “ઇ-સરકાર” એપ્લિકેશનનો પણ પ્રારંભ કર્યો છે. આ એપ્લિકેશન સચિવાલયના વિભાગો, ખાતાના વડાની કચેરીઓ તથા કલેકટર કચેરી ડી.ડી.ઓ. કચેરી જેવી જિલ્લા કક્ષાની કચેરીઓ અને તાલુકા કક્ષાની કચેરીઓ સુધી કાર્યરત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીને યાદ કરતા કહ્યું કે, અટલજી દેશના મહાન કર્મયોગી અને આપણા સૌના પ્રેરણા પુરૂષ છે. તેમની સ્મૃતિમાં દેશ આજે ગુડ ગવર્નન્સ ડે મનાવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, અટલજીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. અટલજીનું જીવન આપણને સ્વહિત પછી, પહેલાં રાષ્ટ્રહિતનો સંદેશો આપે છે. અટલજીનું જીવન સુશાસનના સંદેશાથી ભરેલુ છે. ગુજરાતે ગુડ ગર્વનન્સ-સુશાસનની દિશામાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દિશાદર્શનમાં આજથી બે-અઢી દાયકા પહેલાં જ નક્કર પરિણામદાયી ડગ માંડી દીધા હતા.
મુખ્ય સચિવ પંકજકુમારે સુશાસન સપ્તાહના શુભારંભ અવસરે મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત અને જન કલ્યાણલક્ષી નેતૃત્વમાં રાજ્યનું વહીવટી તંત્ર વિવિધ પ્રકલ્પો સફળ બનાવવા સંપૂર્ણપણે સજ્જ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે આ હેતુસર ૧૦ પોઈન્ટ ઓ કાર્ય એજન્ડા પણ પ્રસ્તુત કર્યો હતો, આ સંદર્ભમાં મુખ્ય સચિવએ કહ્યું કે, ગુડ ગવર્નન્સને ગુડ-ગુડ ગવર્નન્સ તરફ લઈ જવા સમગ્ર તંત્ર પ્રતિબદ્ધ છે. તેમણે રાજ્ય સરકારની બધી જ યોજનાઓના લાભાર્થીઓના તથા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો વ્યાપ વધારવાની પણ તંત્રની સંકલ્પબદ્ધતા દર્શાવી હતી.
પંકજકુમારે સમરસતા સાથે સર્વગ્રાહી વિકાસમાં ગુજરાતે અગ્રેસરતા હાંસલ કરી છે તેનો પણ ચિતાર આપ્યો હતો, કુપોષણ સામે જંગ છેડવા તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સફળ ગાથાઓ પણ પ્રકાશિત કરી વધુને વધુ વર્ગોને યોજનાકીય લાભો માટે પ્રેરિત કરવા હિમાયત કરી હતી. પંકજકુમારે જિલ્લાતંત્ર અને વિવિધ વિભાગો ગુડ ગવર્નન્સના કન્સેપ્ટને વધુ સક્ષમ બનાવવા કટિબદ્ધ છે તેવી ખાતરી પણ આપી હતી.

