mediclaim

Hospitals will close the cashless facility: અમદાવાદની હોસ્પિટલો તેમજ નસિંગ હોમ્સ કેશલેસ સુવિધા બંધ કરશે.

Hospitals will close the cashless facility: સરકારી વિમા કંપનીઓના ધાંધીયા અસંખ્ય રજુઆતો બાદ પણ કોઈ નિવારણ ન આવતા અમદાવાદની હોસ્પિટલો તેમજ નસિંગ હોમ્સ કેશલેસ સુવિધા બંધ કરશે.

અમદાવાદ, ૨૫ ડિસેમ્બરઃ Hospitals will close the cashless facility: સરકારી વિમા કંપનીઓ, ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરેટી તેમજ કેન્દ્રના નાણાં વિભાગ, જેમની હેઠળ સરકારી વિમા કંપનીઓ આવે છે, તે હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સને લગતી તકલીફો અંગે અસંખ્ય રજુઆતો કર્યા બાદ પણ કોઈ નિવારણ ન આવતા , અંતે કંટાળીને અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સે આ સરકારી વિમા કંપનીઓના વિમાધારકોને ૧૫ જાન્યુઆરી-૨૦રર બાદ કેશલેસ સારવારની સુવિધા બંધ કરવાની નોટીસ આપી છે.

છેલ્લા ૧૫ મહિનાથી વારવાર રજુઆતો AHNA દ્વારા કરવામાં આવેલ છે જે સરકારી વિમા કંપનીઓના સત્તાઘીશોના બહેરા કાને
પડેલ છે. સરકારી વિમા કંપનીઓ દ્વારા ઉભી કરેલ મુશ્કેલીઓને હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ અત્યાર સુધી ચલાવી લીધેલ છે. ઘણી આંતરિક ચર્ચાઓ બાદ આ ગંભીર પગલું લેવાની એસોસીએશનને , વિમા કંપનીઓએ ફરજ પાડી છે.

હોસ્પિટલોને લગતો સૌથી મોટો પ્રશ્ન, સરકારી વિમા કંપનીઓએ છેલ્લા પાંચ વર્ષથી ચાર્જનું કોઈ રીવીઝન કરેલ નથી તે છે. પાંચ વર્ષમાં
વિમા કંપનીઓના પ્રીમીયમ બેથી ત્રણ ગણ વધી ગયેલ છે. તમામ સર્વીસીસ તેમજ સ્ટાફ્ને લગતા ખર્ચમાં ખાસ્સો વધારો થવાથી
હોસ્પિટલોને સરકારી વિમા કંપનીઓના વિમાધારકોને અપાતી સારવારનો ખર્ચ, જે ચાર્જ આપવામાં આવે તેની સામે પોસાય તેમ નથી.

જ્યારે હોસ્પિટલોએ આ બાબતે રજુઆત કરી તો ઉદ્ધતાઈ પૂર્વક ૪૦ ટકા ઓછા ચાર્જ આપવાની વાત સરકારી વિમા કંપનીઓના
અધિકારીઓએ કરી હતી. આ ઉપરાંત ચાર્જ નક્કી કરતી વખતે ડોક્ટરની સીનીયોરીટી પણ ધ્યાનમાં રાખવામાં આવતી નથી. જેના કારણે દર્દીઓ સીનીયર ડોક્ટરોની એક્સપરટાઈઝથી વંચિત રહી જાય છે. આ ઉપરાંત દેશના અન્ય મહાનગરોમાં જેવા કે મુંબઈ વિ.ની સામે અમદાવાદમાં અપાતા ચાર્જીસમાં ૪૦ થી ૫૦ ટકાનો તફાવત છે.

અમદાવાદ હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ દ્વારા, ચાર્જીસ બાબતના પ્રશ્નોનો ઉકેલ લાવવા, તેને ફુગાવાના દર સાથે જોડવાનું સુચન કરેલ છે. સરકારી વિમા કંપનીઓ દ્વારા હોસ્પિટલોને પેનલ પર લેવામાં પણ ભેદભાવ રખાતો હોવાની તેમજ વ્હાલા દવલાની નીતી અપનાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એસોસીએશનના સેક્રટેરી ડો. વિરેન શાહે જણાવ્યું હતું “સરકારી વિમા કંપનીઓએ આ બાબતમાં પારદશિતા લાવવાની જરૂર છે. અમે તેમને તે બાબતે મદદ કરવા તૈયાર છીએ” તેવું તેમણે ઉમેર્યું હતું.

સરકારી વિમા કંપનીઓ દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એડમીનીસ્ટ્રેટરે (ટીપીએ ) એ દર્દીઓ તેમજ હોસ્પિટલોની મુશ્કેલીઓમાં વધારો
કરેલ છે.

વાઈસ પ્રેસિડેન્ટ ડો. અનિષ ચંદારાણાનું કહેવું છે કે જ્યારે હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ ર૪ કલાક કાર્યરત હોય તેવા સંજોગોમાં ટીપીએ , લીમીટેડ સમય માટે કેવી રીતે કાર્ય કરી શકે ? મોટા ભાગે ટીપીઓની ઓફીસો શનિવારે પણ બંધ હોવાથી અને સાંજે બંધ થઈ જવાથી દર્દી તેમજ હોસ્પિટલોને ખુબ જ તકલીફ પડતી હોય છે. ર6 દ્વારા પણ ટીપીએને તેમની ઓફીસો ર૪ ક્લાક ચાલુ રાખવા માટેની સુચના અપાઈ હોવા છતાં તેનો કોઈ અમલ થતો નથી.

આ ઉપરાંત મોટા ભાગના ટીપીએ દ્વારા ક્લેઈમ સંબંધી નિર્ણયો લેવા કોઈ ક્વોલીફાઈડ ડોક્ટરોની નિમણુંક થતી હોતી નથી. અણ
આવડતના કારણે મોં માથા વગરની ક્વેરીઓ કાઢીને દર્દીની સારવાર માટે ઓથોરાઈઝેશન આપવામાં ખુબ જ વિલંબ કરાતો હોવાની
ફરિયાદો પણ એસીસીએશનને મળેલ છે.

ડિસ્યાર્જ વખતે ઓથારાઈઝેશન આપવામાં થતા વિલંબના કારણે દર્દી અને હોસ્પિટલના સ્ટાફમાં ઘર્ષણ થથું હોવાની ફરિયાદો એસોસીએશન ને મળેલ છે. આ ઉપરાંત અનેક કિસ્સાઓમાં ઓથારાઈઝેશન પણ આપ્યા બાદ દર્દીના રજા લઈ લીધા પછી
ઓથારાઈઝેશન કેન્સલ કરેલ છે એનાથી હોસ્પિટલને નુક્સાન થતું હોવાની વ્યાપક ફરિયાદો છે.

ડો. ભરત ગઢવીનું કહેવું છે કે સરકારી વિમા કંપનીઓ દ્વારા ક્લેઈમ સામે પેમેન્ટ ખુબ જ મોડુ મળતું હોય છે. ૩૦ દિવસની મર્યાદા હોવા
છતાં કોઈ પણ સરકારી વિમા કંપનીઓ દ્વારા સમયસર ચુકવણી થતી નથી MSME એક્ટ પ્રમાણે આ એક ગંભીર ગુનો છે.

દર્દીઓને પણ આવી જ તકલીફ્નો સામનો કરવો પડે છે . મનફાવે તેવી કપાત , વિમાની રકમમાંથી કરવામાં આવે છે. AHNAના એક હોદ્દેદારો જણાવ્યું કે “એવું લાગે છે કે તેમને આરોગ્ય વિમા”ના બીઝનેસમાં કોઈ રસ નથી.

સરકારી વિમાધારકોને ઓછી મુશ્કેલી પડે તેવું આયોજન કરવાનું AHNA વિચારી રહ્યું છે. અમો કેટલીક ફાઈનાન્સ કંપનીઓનો સંપર્ક કરી રહ્યા છીએ જે આવા દર્દીઓને વ્યાજ મુક્ત ત્રદણ આપી શકે.

પણ જો આ પ્રશ્નનો નિવેડો ૧૫ જાન્યુઆરી ૨૦૨ર સુધીમાં ન આવે તો ચોક્કસ સરકારી વિમા ધારકોને કેશલેસની સુવિધાથી વંચિત થવું પડશે.

આ પણ વાંચો…Omicron Cases: એક જ મહિનામાં 108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, દુનિયાભરમાં 1.50 લાખથી વધુ કેસ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj