Bhanuben prajapati sarita 600x337 1

નવલકથા; સુધાની જિંદગીની સફર ભાગ-5 (Sudhani jindagini safar part-5)

Sudhani jindagini safar part-5: સુધા અને રીના વાતો કરતાં – કરતાં ઇન્ડિયા આવી પહોંચ્યા. ત્યાં આવીને રીનાએ સુધાને કહ્યું કે : લે મારો ફોન અને તું ઘરે વાત કરી શકે છે.

સુધાએ કહ્યું કે : મારે ફોનની જરૂર નથી. હું સીધી ઘરે જવા માંગુ છું અને બધાને સરપ્રાઈઝ આપવા માંગું છું. કારણ કે હું ઘણા બધા દિવસે ઘરે જઈ રહી છું. એટલે હવે કોઈને અહીં બોલાવીને મારે હેરાન કરવા નથી. હું જઈને મારા બંને બાળકોને પોતાની છાતી લગાવીને મમતાભર્યો હાથ મારા બાળકો પર ફેરવવા માંગું છું. મારા સાસુ – સસરાને જઈને એના ચરણોમાં વંદન કરવા માગું છું. મારા પતિને બધી જ આપીવીતી કહીને એમની માફી માંગવા માગું છું. હવે રીના બહેન તમે અને હું અહીંયાથી છુટા પડીએ અને હંમેશા આપણી એક – બીજાની યાદો દિલમાં રહેશે. તમે મને ઘણો બધો સાથ અને સહકાર આપ્યો છે. મારા હૃદયને હળવું કરવામાં તમારો ખુબ સાથ રહ્યો તે બદલ ખૂબ આભાર. આ તમારું કાર્ડ મારી પાસે જ છે. મને જ્યારે એવું લાગશે ત્યારે હું તમારી જોડે ચોક્કસ આવી જઈશ.

રીનાએ કહ્યું : મારા ઘરના દરવાજા તારા માટે હંમેશને માટે ખુલ્લાં રહેશે. તું ગમે ત્યારે આવી શકે છે. એક સ્ત્રી તરીકે હું તને પૂરેપૂરી મદદ કરવા માટે તૈયાર છું. ખબર નહીં કયા  જન્મનું આપણે ઋણાનુબંધન હશે. જેથી હું તારી આપવીતી સાંભળીને હમદર્દપૂર્વક તને મારા ઘરે લઈ જવા માંગતી હતી પરંતુ હવે તારો પણ પરિવાર છે એટલે હવે તું તારા ઘરે જઈ શકે છે.
સુધા કહે : તમે તમારું કાર્ડ આપ્યું પરંતુ હું મારા ઘરનું એડ્રેસ તમને આપું છું. તમે જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે મારા ઘરે આવી શકો છો એટલે પોતાનું એડ્રેસ સુધાએ આપ્યું અને બંને ત્યાંથી અલગ પડ્યા.

તુષાર અહીં ઇન્ડિયામાં બીજા લગ્ન કરી લીધા હતા. જેનું નામ કૃપા હતું એના મમ્મી – પપ્પાના કારણે એને બીજા લગ્ન કરી લીધા હતા. પહેલા તો એ તૈયાર નહોતો પરંતુ જ્યારે એને પોતાને ભાન થયું કે સુધાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલા માટે એને કૃપા સાથે લગ્ન કરી લીધા અને તે હંમેશને માટે સુધાને ભૂલી ગયો હતો. એના બંને બાળકો પણ કૃપા સાથે ભળી ગયા હતા. એના સાસુ સસરા બધા જ ખૂબ સુંદર રીતે જીવન જીવતા હતા. એ કોઈએ પણ હજુ સુધી સુધાને યાદ કરી નહોતી. તુષારની બેન અંજલી કાયમને માટે અહીં આવતી બંધ થઈ ગઈ હતી કારણ કે એને લગ્ન બિલકુલ મંજૂર નહોતા એટલે પોતાના પિયરમાં જવા માટે એને મનાઈ ફરમાવાઈ હતી.

અંજલીને પોતાના સુધા ભાભી પર વિશ્વાસ હતો કે મારા સુધા ભાભી ક્યારે પણ ખોટું પગલું ભરે નહીં એટલા માટે એને સુધા ભાભી માટે તુષારનું ઘર હંમેશને માટે ત્યજી દીધું હતું. કૃપા ખાસ ભણેલી – ગણેલી સ્ત્રી નહોતી પરંતુ દેખાવડી હતી એટલે તો તુષારને ગમતી હતી અને તે સુધાને ભૂલીને પ્રેમ કરતો થઈ ગયો હતો.

સુધા એક ટેક્સી કરીને પોતાના ઘર માટે નીકળી ગઈ અને ઘરે જ જઈને જુએ છે તો કોઈ અજાણી સ્ત્રી એને જોવા મળી. સુધા તો સીધી જોયા વગર અંદર જ ઘરમાં ગઈ તો તુષાર તો એને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો અને તરત જ બોલી ઊઠ્યો, અરે! તારે શું કામ છે? તું અહીંયા આવી ગઈ છે?  કેમ તારું મન મજા કરીને ભરાઈ ગયું છે? શા માટે આવી છે? એના સાસુ સસરા બોલ્યા : તું તો રખડીને આવી છે. હું મારા ઘરમાં તને નહિં રાખું.

સસરાજી પણ બોલ્યા : અરે સુધા તમને નોકરીની છૂટ આપી હતી. ફરવાની કે કોઈની જોડે રહેવાની છૂટ નહોતી આપી. તમે અમારો ઉપયોગ કર્યો છે એટલામાં તેના બંને બાળકો આવી ગયા. એ બંને બાળકો સુધાને ભેટે તે પહેલા જ તુષારે તેમને પકડી લીધા અને કહ્યું કે ખબરદાર! જો તમારી મમ્મી સાથે વાત કરી છે તો બંને બાળકોને રડતા જોઇને સુધા પણ રડી ઉઠી. અરે! પણ મારી કંઈ ભૂલ હોય તો કહો….
તુષાર કહે : તું તારી જાતને પૂછી લે… તે શું નથી કર્યું. અમારે તારું કંઈ પણ સાંભળવું નથી. તું અહીંથી જઈ શકે છે. એટલામાં કૃપા કહ્યું : આ કોણ છે તુષાર? અહીં કેમ આવી છે?

તુષારે કહ્યું : કૃપા, હું તને કહેવાનું ભૂલી ગયો. મને માફ કરજે! આ મારી પહેલી પત્ની સુધા છે અને હું એને હંમેશા માટે ભૂલી ચુક્યો છું. એને મારી સાથે દગો કર્યો છે એટલે હવે હું એક દિવસ તેને રોકવા માટે તૈયાર નથી.

કૃપા કહ્યું : તુષાર તમે લગ્ન કરેલા હતા તો તમારે મને એક વખત તો કહેવું જોઈતું હતું ને. તમે તો મને કંઈ પણ જણાવ્યું નહીં કે તમારી પહેલી પત્ની જીવે છે. તમારા મમ્મી – પપ્પા એ તો મને એમ જ કીધું હતું તે તુષારની પહેલી પત્ની મૃત્યુ પામી છે. એટલા માટે અમારે બીજા લગ્ન કરાવાના છે એટલે મારા મમ્મી – પપ્પા તૈયાર થયા હતા.

તુષાર કહે : કૃપા તું અત્યારે કંઈ પણ બોલ્યા વિના ઘરમાં જઈને કામ કર. હું અત્યારે સુધાની સાથે વાત કરી રહ્યો છું. તારી જોડે કોઈ પણ અન્યાય થાય એવું કંઈ પણ કરવાનો નથી અને સુધાને આ ઘરમાં રાખવાનો પણ નથી. તું કોઈ પણ ચિંતા કરીશ નહિં. હવે તને જ હું પ્રેમ કરું છું કૃપા. હવે સુધા મારે માટે મરી પરવારી છે એટલે તું ચિંતા કરીશ નહિંં. સુધા તો આ બધા શબ્દો સાંભળીને ત્યાં ને ત્યાં જ બેભાન થઇ ગઇ.

અંજલીને સમાચાર મળ્યા હતા કે એની ભાભી આવી છે. તે તરત જ દોડી આવી અને જોયું તો સુધા બેભાન અવસ્થામાં હતી. તેણે તરત જ પાણી પીવડાવ્યું અને કહ્યું : સુધા ભાભી જાગો તમે બરાબર તો છોને! તમને કંઈ તકલીફ તો નથી ને! નહીં તો આપણે દવાખાને જઈએ. સુધા અંજલીને જોતા જ ચોધાર આંસુએ રડવા લાગી. અરે! મારો સંસાર જ ખોવાઈ ગયો.

અંજલી કહ્યું : તમે અત્યારે હાલ કંઈ પણ બોલો નહિંં. તમે તમારી જાતને સાચવો. હું તમારા કારણે અહીં આવી છું. મેં મારા પિયરને તમારા કારણે છોડ્યું છે. મને તમારા પર પૂરો વિશ્વાસ છે. હું તમને સાથ આપવા તૈયાર છું પરંતુ હાલ તમે કંઈ પણ વિચાર્યા વિના તમે તમારી જાતને સંભાળી લો.

સુધાએ કહ્યું : અંજલીબેન, હું કેમ ના રડુ… મારો સંસાર મે હંમેશને માટે ગુમાવી દીધો છે ને. એવું તો કયું મેં ખરાબ કામ કર્યું  છે કે ઘરના બધા જ મારી સાથે આવું ખરાબ વર્તન કરી રહ્યા છે અને મેં તમારા ભાઈને ખુબ જ દિલથી પ્રેમ કર્યો હતો. તમારા મમ્મી – પપ્પાની રાત દિવસ જોયા વિના સેવા કરી છે. બંને બાળકોનું સંસ્કાર આપીને સિંચન કર્યું છે. રાત – દિવસ મહેનત કરીને આ મકાન બનાવવામાં  ભોગ આપ્યો છે અને એ લોકોએ શું કર્યું? એ લોકોએ એક જ પળમાં મારી સાથે નાતો તોડી નાખ્યો. એવા તો કયા પાપ મેં કર્યા છે.

તુષાર કહે : મારે તમારી કોઈ પણ વાત સાંભળવી નથી. હવે તું મારી નજરથી દૂર થઈ જાય તો સારું… હવે હું તારું એક મિનિટ પણ મુખ જોવા માંગતો નથી. તું જઈ શકે છે

અંજલી કહે : ભાભી, અહીંયા બોલે કંઈ પણ વળે એમ નથી. તમે અહીંયાથી મારી સાથે ચાલો.
સુધાએ કહ્યું : ના બેન, હવે હું તમારી સાથે આવી શકું એમ નથી. એમને કહો…મારા બંને બાળકો સોંપી દો. હું હંમેશને માટે અહીંથી નીકળી જઈશ. વધુ આગળ ભાગ/૬

પ્રજાપતિ ભાનુબેન બી “સરિતા”

આ પણ વાંચો…Junagadh Peanut Research Center: જૂનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર દ્વારા મગફળીની નવી જાતો વિકસાવવામાં આવી

Whatsapp Join Banner Guj