PM meet mother heeraba

PM meet mother heeraba: ગઇકાલે રાત્રે વડાપ્રધાન ગયા માતા હીરા બાને મળવા, લીધા આશીર્વાદ

PM meet mother heeraba: પીએમ મોદીએ માતા હીરાબા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો

ગાંધીનગર, 28 ઓગષ્ટઃ PM meet mother heeraba: પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલ છે. ગઇ કાલે પીએમ મોદીએ રિવરફ્રન્ટ પર અટલ ફૂટઓવરબ્રિજ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર રાયસણ માતા હીરાબાને મળવા દોડી ગયા હતા. પીએમ નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. અટલબ્રિજની મુલાકાત બાદ માતા હીરાબાના આશીર્વાદ લેવા પીએમ મોદી પહોંચ્યા છે. 

આ પણ વાંચોઃ Fraud phone using bank name: Bank Of Baroda માંથી બોલું છું કહી 47,000 ઉપાડી લીધા, છેતરપિંડી થતાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી

માતા હીરાબાના ઘરે પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માતાને મળ્યા બાદ પ્રધાનમંત્રી રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. પીએમ મોદીએ માતા હીરાબા સાથે 26 મિનિટ જેટલો સમય પસાર કર્યો હતો. રાયસણમાં માતા હીરાબા સાથે મુલાકાત કરવા પીએમ મોદી પહોંચ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબા રાયસણમાં પંકજ મોદી સાથે રહે છે. અગાઉ પીએમ મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસ પર તેમની સાથે મુલાકાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ એરપોર્ટ પર બે કલાક મીટિંગ કર્યા બાદ તેઓ રિવરફ્રન્ટ પર યોજાયેલ ખાદી મહોત્સવમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે રેટિંયો કાંત્યો હતો. બીજી બાજુ અમદાવાદની જનતાને એક ભેટ આપી હતી. પીએમ મોદીએ અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. ત્યાં પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Highest interest on FD: આ બેંક FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, જાણો કેટલો થશે ફાયદો

Gujarati banner 01