Fraud phone using bank name

Fraud phone using bank name: Bank Of Baroda માંથી બોલું છું કહી 47,000 ઉપાડી લીધા, છેતરપિંડી થતાં યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી

Fraud phone using bank name: હિન્દી ભાષામાં વાત કરી કહ્યું હતું કે bank of baroda માં જે બોલું છું તમારું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે.

જૂનાગઢ, 28 ઓગષ્ટઃ Fraud phone using bank name: જૂનાગઢમાં ફોન પર એટીએમ નંબર અને ઓટીપી લઈ નાણા ટ્રાન્સફર કરાવી લીધા ની ફરિયાદ નોંધાતા પોલીસ હાથ ધરવામાં આવી છે આ બનાવ અંગેની પોલીસ માંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં રહેતા જીતેન્દ્રભાઈ મોહનભાઈ જસાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા શકશે જીતેન્દ્રભાઈ ને ફોન કર્યો હતો અને હિન્દી ભાષામાં વાત કરી કહ્યું હતું કે bank of baroda માં જે બોલું છું તમારું એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે.

આ પણ વાંચોઃ Highest interest on FD: આ બેંક FD પર આપી રહી છે સૌથી વધુ વ્યાજ, જાણો કેટલો થશે ફાયદો

બાદમાં વિશ્વાસમાં લઈ કાર ચાલુ કરી આપવાની લાલચ આપી જીતેન્દ્રભાઈ પાસેથી કાર્ડના નંબર તેમજ ઓટીપી મેસેજ મેળવી લીધો હતો અને બેંક ખાતામાંથી 47,996 રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા આમ ઓનલાઇન નાણાની છેતરપિંડી તથા જીતેન્દ્રભાઈએ વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે વંથલી પોલીસે ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે આવી રીતે જુનાગઢના શહેરના અને જિલ્લાના અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે પોલીસ દ્વારા અવારનવાર સોશિયલ ફ્રોડથી બચવા માટેની જાહેરાતો કરવામાં આવી રહી છે પરંતુ છતાં પણ લોકો સામાન્ય ભૂલ કરી બેસે છે અને પોતે નાણા ગુમાવવાનો વારો આવે છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Rules for becoming a loan guarantor: જો તમે લોન ગેરેન્ટર બનવા જઈ રહ્યા છો, તો જાણો આ નિયમો વિશે

Gujarati banner 01