PM modi in gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યુ સ્વાગત
PM modi in gujarat: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નું ઉષ્માસભર સ્વાગત કર્યું
અમદાવાદ, ૧૭ જૂન: PM modi in gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો: Food and drug raids in danta: અંબાજી, દાંતા અને હડાગ માં ફૂડ એન્ડ ડ્રગ ના દરોડા, દંડ વસુલાયો
આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મેયર કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાન ને આવકાર્યા હતા.