gopal italia

Police deny raid on aap office: AAP ના કાર્યાલય પર દરોડા મુદ્દે અમદાવાદ પોલીસે કર્યો ખુલાસો, તો ગોપાલ ઇટાલીયાએ આપ્યો વળતો જવાબ

Police deny raid on aap office: અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો કે, અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી.

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃPolice deny raid on aap office: અમદાવાદમાં AAP ના કાર્યાલય પર પોલીસે દરોડા પાડ્યા હોવાનો દાવો આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દ્વારા કરાયો છે. જ્યારે કે, અમદાવાદ પોલીસે આપના દાવાનું ખંડન કર્યું છે. અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો કે, અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી. ત્યારે હવે ઓફિસ પર દરોડાને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયુ છે. આ બાદ આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને ખુલાસો કર્યો કે, આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ પર રેડ થઈ હતી. 

તો બીજી તરફ, AAPના કાર્યાલય પર દરોડા પાડ્યા નથી તેવો ખુલાસો અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને ઈસુદાનના દાવાનું ખંડન કર્યું છે. અમદાવાદ પોલીસે ટ્વીટમાં કહ્યું કે,ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી. અમદાવાદના AAPના કાર્યાલય પર કોઈ દરોડા પડ્યા નથી.

દરોડા અંગે પ્રેસ કોન્ફરન્સમાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ગુજરાતમાં આપનો ગ્રાફ વધતાં ભાજપ ગભરાયું. દિલ્હી બાદ ગુજરાતમાં રેડ કરી છે. ભાજપે પોલીસ અને સત્તાનો દુરઉપયોગ કર્યો છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત આગમન બાદ રેડ કરી છે, પોલીસના જવાનોએ અમારી ડેટા ઓફીસ પહોંચી પૂછપરછ કરી હતી. દોઢ કલાક ડેટા ફંફોસ્યા હાત. દિલ્હીમાં કંઇ ના મળ્યું, એમ ગુજરાતમાં પણ કંઇ ના મળ્યું. આ ભાજપની સ્ટાઇલ છે ડરાવો ધમકાવો લોકોને પરેશાન કરો.

આ પણ વાંચોઃ 5 Bjp councellor resigns in sojitra: સોજીત્રામાં ભાજપના 5 કાઉન્સિલરે એકસાથે રાજીનામા આપ્યા

ભાજપ આટલું બોખલાઇ ગયું છે? ભાજપ રેડ કરીને શુ સાબિત કરવા માંગે છે. તમે આમ આદમી પાર્ટીની બીજી ઓફીસ પર પણ રેડ કરો. વોર્ંટ આપી રેડ કરો. ભાજપ પોલીસ અને સીબીઆઇ ઇડીથી ડરાવશે તો અમે ડરવાના નથી. ભાજપને ગુજરાતની જનતા અરીસો દેખાડશે. આ દેશ કોઇના બાપની જાગીર નથી. તમામ લોકોને બોલાવાનો અધિકાર છે. આ હિટલર શાહી અને તાનાશાહી છે. અમારી ઓફીસની શરૂઆત છે. સીસીટીવી અંગેના સવાલ પર જવાબ છે. 

તો ગોપાલ ઇટાલીયાએ રેડ અંગે કહ્યુ કે, ડેટા મેનેજમેન્ટ ઓફીસ પર પોલીસના જવાનો આવ્યો હતા. આઈ કાર્ડ માંગતા જવાનોએ આઇકાર્ડ બતાવ્યા હતા. કર્મચારીઓના આઇડી ચેક કરી પૂછપરછ કરી. ડાયરી અને કોમ્પ્યુટર ચેક કર્યા. અમારી માંગ બંને પોલીસ કર્મીની તપાસ થાય તેમના કોલ રેકોર્ડ અને લોકેશન ચેક કર્યાં. અમે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ કરીશું. જો અસલી પોલીસ છે તો તેની કાર્યવાહી થાય નકલી લોકો પોલીસ બની આવ્યા હોય તો તેમની પણ તપાસ થાય. ચુટંણી સંદર્ભે હમણાં ઓફીસ શરૂ કરવામાં આવી છે એટલે સીસીટીવી નથી. પારસ અને હિતેશ નામના વ્યક્તિઓની તપાસ થાય. બીજેપી આપથી ડરી અને બોખલાઇ ગઇ છે માટે રેડ કરે છે. પોલીસે ભાજપના દબાણથી ટ્વીટ કર્યાનો ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ મૂક્યો. 

આપની ઓફિસ પર દરોડાનો માહોલ ગરમાયા બાદ ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ પોલીસ પર પ્રહાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટમાં જણાવ્યું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી કેટલાક માણસો આવ્યા હતા. અમદાવાદ પોલીસના ટ્વીટ બાદ ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી કે, આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ પર રેડ થઈ હતી. હિતેશભાઈ, પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું. 

આ પણ વાંચોઃ high profile liquor party: આણંદના ફાર્મહાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં મોટા ઘરની 10 યુવતીઓ દારૂ પીતી પકડાઇ

Gujarati banner 01