Liquor beer cheaper

high profile liquor party: આણંદના ફાર્મહાઉસમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં મોટા ઘરની 10 યુવતીઓ દારૂ પીતી પકડાઇ

high profile liquor party: બર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ

આણંદ, 12 સપ્ટેમ્બરઃ high profile liquor party: દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ પકડાવો અને દારૂની મહેફિલ પકડાવવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. આણંદમાં માનપુરાના મોડી રાતે ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા છે. ગ્રીન ટોન નામના ફાર્મ હાઉસમાં આંકલાવ પોલીસે રેડ પાડી વડોદરાના 15 યુવકો અને 10 યુવતીઓને પકડ્યા છે.  

આ પણ વાંચોઃ Next 3days Heavy Rain in Gujarat: હજી અગામી 3 દિવસ ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી- વાંચો વિગત

પ્રાપ્ત માહિતી અનુસાર, આંકલાવનાં માનપુરામાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આંકલાવના માનપુરા ગામનાં ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી પોલીસને બાતમી મળી હતી જેના બાદ પોલીસે રેડ પાડી હતી. ત્યારે માનપુરાનાં ગ્રીન ટોન ખાનગી ફાર્મ હાઉસ દારૂની મહેફિલ ઝડપાઈ હતી.

બર્થ ડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા શ્રીમંત પરિવારના 15 યુવકો અને 10 યુવતીઓ ઝડપાઈ છે. સાથે જ તેમની પાસેથી દારૂની 10 બોટલો પણ મળી આવી હતી. તમામ નબીરાઓની આંકલાવ પોલીસ ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Raid at AAP office in ahmedabad: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા, 2 કલાક સુધી કરી તપાસ

Gujarati banner 01