Bharat bandh on 25 may

Kisan Sangh has announced a bandh: પડતર માંગને લઇને કિસાન સંઘે રાજ્યના આ શહેરમાં બંધનું એલાન જાહેર કર્યુ, વાંચો વિગત

Kisan Sangh has announced a bandh: કિસાન સંઘની વીજળી, રિ-સર્વે અને મીટરપ્રથા સહિતના મુદ્દાઓને લઇને વિરોધ છે

ગાંધીનગર, 05 સપ્ટેમ્બરઃKisan Sangh has announced a bandh: કિસાન સંઘે ગાંધીનગર બંધનું એલાન જાહેર કરતા રાજકારણ ગરમાયું છે. ખેડૂતોની પડતર માંગને લઈને ચાલી રહેલા આંદોલનના અનુસંધાને કિસાન સંઘે આજે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.

જોકે કિસાન સંઘની જાહેરાત બાદ પોલીસ પણ સતર્ક થઇ ગઇ છે. શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કિસાન સંઘની વીજળી, રિ-સર્વે અને મીટરપ્રથા સહિતના મુદ્દાઓને લઇને વિરોધ છે.

આ પણ વાંચોઃ Flood water of Pakistan came to Kutch: પાકિસ્તાનના પૂરનું પાણી કચ્છમાં પહોંચ્યુ, ઉધમા ગામમાં પાણી ઘૂસે એવો ભય

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સાબરકાંઠામાં કિસાન સંઘની આગેવાની નીચે ખેડૂતોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો. સરકાર સામે વિવિધ માંગને લઈને પોતાનું વિરોધ પ્રદર્શન ઉગ્ર કરતા હાઈ-વેની બંને તરફ વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. આથી પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે તજવીજ હાથ ધરવી પડી હતી.

આ દરમિયાન ખેડૂતો સાથે પોલીસની શાબ્દિક ચકમક પણ થઇ હતી. તો બીજી બાજુ અરવલ્લીમાં પણ કિસાન સંઘ અને ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામ દરમિયાન રોડ પર અનેક વાહનો અટવાઈ ગયા હતા. આથી પોલીસે આવીને મામલો થાળે પડ્યો હતો. આ દરમિયાન પણ ભારે હોબાળો મચી ગયો હતો.

આ પણ વાંચોઃ Pakistan win against India: પાકિસ્તાને 8 વર્ષ બાદ ભારતને હરાવ્યુ, આસિફ અલીથી કેચ છૂટી ગયો, નવાઝ બન્યો પ્લેયર ઑફ ધ મેચ

Advertisement
Gujarati banner 01