Pakistan win against India

Pakistan win against India: પાકિસ્તાને 8 વર્ષ બાદ ભારતને હરાવ્યુ, આસિફ અલીથી કેચ છૂટી ગયો, નવાઝ બન્યો પ્લેયર ઑફ ધ મેચ

Pakistan win against India: પાકિસ્તાને 182 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 5 વિકેટે પાર પાડી દીધો

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 સપ્ટેમ્બરઃ Pakistan win against India: દુબઈ ખાતે રમાયેલી એશિયા કપની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી ઇનિંગમાં 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને 182 રનનો ટાર્ગેટ 19.5 ઓવરમાં 5 વિકેટે પાર પાડી દીધો હતો.

પાકિસ્તાન તરફથી મેચનો હીરો મોહમ્મદ રિઝવાન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન ફટકાર્યા હતા. મોહમ્મદ નવાઝે 20 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. ભારતના બધા જ બોલરોને વિકેટ મળી હતી. મોહમ્મદ નવાઝને તેની આ ધમાકેદાર ઇનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

અર્શદીપ સિંહે પાકિસ્તાનની 17.3 ઓવરે રવિ બિશ્નોઈની બોલિંગમાં આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો. જેના પછી મેચ પલટાયો હતો. આસિફ અલીએ 8 બોલમાં 16 રન બનાવી દીધા હતા. એશિયા કપમાં પાકિસ્તાને 8 વર્ષે ભારતને હરાવ્યુ છે. આ અગાઉ 2014ના એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 1 વિકેટે હરાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ Jio completed six years: જિયોએ છ વર્ષ પૂરાં કર્યા, ડેટાનો વપરાશ 100 ગણો વધ્યો, 5G લૉન્ચ પછી બમણો વધવાની ધારણા

ભારત અને પાકિસ્તાન મેચની હાઈલાઈટ્સ

  • એશિયા કપમાં પાકિસ્તાને ભારતને 8 વર્ષે હરાવ્યુ હતુ.
  • મેચનો હીરો મોહમ્મદ રિઝાવન રહ્યો હતો. તેણે 51 બોલમાં 71 રન કર્યા હતા. જેમાં તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.
  • મોહમ્મદ નવાઝે માત્ર 20 બોલમાં 42 રન ફટકાર્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 210ની રહી હહૉતી.
  • 18મી ઓવરમાં રવિ બિશ્નોઈની બોલિંગમાં અર્શદીપ સિંહે આસિફ અલીનો આસાન કેચ છોડ્યો હતો.
  • બાબર આઝમ ફરી સસ્તામાં (14) આઉટ થયો હતો.
  • વિરાટ કોહલીએ 32મી T20 ઈન્ટરનેશનલ ફટકારી હતી. તેણે એશિયા કપમાં સતત બીજી ફિફ્ટી મારી હતી. કોહલી 44 બોલમાં 60 રન બનાવીને આઉટ થયો હતો. તેની આ શાનદાર ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યા હતા.
  • રોહિત અને રાહુલ વચ્ચે પહેલી વિકેટ માટે 30 બોલમાં 54 રનની પાર્ટનરશિપ થઈ હતી.
  • ટીમ ઈન્ડિયાએ 6 ઓવરમાં 2 વિકેટે 62 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતે પાકિસ્તાન સામે T20માં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા.
  • રવિ બિશ્નોઈ છેલ્લા 2 બોલમાં 8 રન માર્યા હતા.
  • શાદાબ ખાને 4 ઓવરમાં 31 રન દઈને 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ Teacher’s Day Special: સતત પાંચ વર્ષથી ધો. ૧૦માં ૯૫ ટકા પરિણામની નોંધપાત્ર સિધ્ધી

Gujarati banner 01