hukabar

Raids in ahmedabad hukabar: અમદાવાદ હુકાબાર માં દરોડા નો મામલો, સામે આવી આ વાત…

Raids in ahmedabad hukabar: તપાસ બાદ સામે આવ્યું છે કે જે હુક્કા હતા તેમાં નિકોટીન હતું

અમદાવાદ, ૨૧ ઓગસ્ટ: Raids in ahmedabad hukabar: સરખેજ વિસ્તારમાં આવેલા હુક્કાબારમાં થોડા દિવસો પહેલા ડીજી વિજિલન્સ દ્વારા દરોડા પાડવામા આવેલા અને જેમાં અનેક લોકો હુક્કા પિતા મળી આવ્યા હતા. જેતે સમય સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ પરંતુ પોલીસ દ્વારા સેમ્પલ લઈને એફએસએલ ખાતે મોકલી દેવામાં આવેલ અને જેમાં સામે આવ્યું કે, જે તે સમય જે હુક્કા કબ્જે કરવામાં આવેલા તેમાં નિકોટીન હતું. જેથી આરોપીઓ સામે વધુ કાર્યવાહી કરવામાં આવી છે.

ગત 17 જુલાઈના રોજ ડીજી વિજિલન્સ દ્વારા સરખેજ વિસ્તારમાં આવેલા સેક્રેડ નાઈન હુક્કાબારમાં દરોડા પાડવામાં આવેલ અને ત્યાંથી 29 હુક્કા અને 68 લોકો તે હુક્કા પી રહ્યા હતા. તે અંગે વધુ કાર્યવાહી કરવામાં આવીલી પરંતુ જે તે સમય 13 પેકેટ અને અન્ય જે ચીજ વસ્તુઓ મળી આવેલા કુલ 42 જેટલા સેમ્પલ લઈને એફએસએલ ખાતે મોકલી દેવામાં આવેલ છે. જે નિકોટીન છે કે કેમ તેની તપાસ માટે કાર્યવાહી કરવામાં આવેલ.

તપાસ બાદ સામે આવ્યું છે કે જે હુક્કા હતા તેમાં નિકોટીન હતું જેથી ડીજી વિજિલન્સ દ્વારા વધુ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જેમાં માલિકો અને સંચાલકો જેમાં કેવલ પટેલ, ધ્રુવ ઠાકર, આશિષ પટેલ અને કરણ પટેલ સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામા આવી છે.

મહત્વનું છે કે, જેતે સમય પણ દારૂનો એક ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્યારે વધુ એક એક ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આવું હુક્કા બાર જે હર્બલના નામે નિકોટીન વેચી રહ્યા છે. તેવા લોકો ઉપર કાર્યવાહી કરવા માટે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે હાલ આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 75th independence day celebration in Auckland: વિદેશમાં પણ છવાયો ભારતીયોનો રંગ, કરી આઝાદી મહોત્સવની ઉજવણી

Gujarati banner 01