Vadodra

Drugs Search operation in valsad: વલસાડમાં પોલીસ દ્વારા બંધ કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જાણો…

Drugs Search operation in valsad: વલસાડના ગુંદલાવ-વાપી GIDC માં બંધ કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

વડોદરા, ૨૧ ઓગસ્ટ: Drugs Search operation in valsad: વડોદરા અને ભરૂચ ની બંધ કંપનીઓમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ મળી આવ્યું હતું. જે બાદ રાજ્યમાં પોલીસ વિભાગ એલર્ટ છે. વલસાડ જિલ્લામાં પણ પોલીસની સતર્કતા જોવા મળી હતી. વલસાડ રૂરલ પોલીસ દ્રારા વલસાડ રૂરલ પોલીસની હદમાં આવેલી ગુંદલાવ GIDC ખાતે આવેલી બંધ કંપનીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

વાપી GIDC માં પોલીસ દ્વારા પી.આઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા અને નોટિફાઇડના અધિકારીઓ સાથે રાખીને ગુંદલાવ, વાપી GIDC વિસ્તારમાં આવેલી બંધ કંપનીઓ માં સર્ચ કરવામાં આવ્યું હતું. બંધ કંપનીઓમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે જરૂરી માહિતીઓ અને બંધ કંપનીઓમાં શંકાસ્પદ લોકોની અવર જવર અંગે જરૂરી માહિતીઓ મેળવવામાં આવી હતી.

જો કે આ સર્ચ દરમ્યાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી છે કે કેમ તે અંગે હાલ જિલ્લા પોલીસે કોઈ વિગતો આપી નથી. પરંતુ પોલીસ ના આ પ્રકારની કાર્યવાહીથી બંધ ફેકટરીઓ ના માલિકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ વખતે પણ વલસાડ જિલ્લા પોલીસે મિથેનોલ ઉપયોગ કરતી કંપનીઓમાં તપાસ કરી હતી.

આ પણ વાંચો: Raids in ahmedabad hukabar: અમદાવાદ હુકાબાર માં દરોડા નો મામલો, સામે આવી આ વાત…

Gujarati banner 01