Railway Mega demolition

Railway Mega demolition: જામનગરમાં રેલવે વિભાગ દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયુ

Railway Mega demolition: જુના રેલવે સ્ટેશન નજીક ની કિંમતી જગ્યા પર ખડકાય ગયેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૯ જુલાઈ:
Railway Mega demolition: જામનગર માં રેલ્વે વિભાગ દ્વારા આજે રેલ્વે જમીન પરના દબાણો દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વર્ષો થી ત્યાં જમીન પર વસવાટ કરતાં દલિત સમાજ દ્વારા ડિમોલિશન ની કામગીરી અટકાવી વિરોધ દર્શાવ્યો હતો અને ટોકનભાડે જમીન ની માંગણી કરી હતી

જામનગર ના રેલ્વે વિભાગ દ્વારા આજે શહેર ના ભીમવાસ ના ઢાળિયે જૂની રેલ્વે કોલોની પાસે રેલ્વે ની જમીન પર ના દબાણો(Railway Mega demolition) દૂર કરવા ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જ્યાં છેલ્લા 20 વર્ષથી વસવાટ કરતાં દલિત સમાજ ને રેલ્વે પોલીસ દ્વારા ચાર દિવસ પહેલા જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી જે ખાલી ના કરાતા આજે ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Railway Mega demolition jamnagar

આ પણ વાંચો…Grace Youth Club: જામનગરની ગ્રેસ યુથ કલબ દ્વારા 100 થી વધુ કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયા

ત્યારે ત્યાં છેલ્લા 20વર્ષ થી વસવાટ કરતાં દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટર અને રેલ્વે વિભાગ પાસે થી આ જમીન ના જરૂરી આધાર પુરાવા ની વિગત માંગી હતી અને આ જમીન દલિત સમાજ ને ટોકનભાડે આપવા માંગ કરી હતી આ જગ્યા પર દલિત સમાજ દ્વારા અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે

Whatsapp Join Banner Guj

જ્યારે દલિત સમાજ નું કહેવું છે કે આ જમીન ના આધાર પુરાવા રેલ્વે વિભાગ પાસે નથી માટે આ જમીન રેલ્વે વિભાગ માં નથી આવતી અને ખરાબા માં આવે છે તો દલિત સમાજ ને આપવામાં આવે અને જમીન નો સામાજિક અને ધાર્મિક કામોમાં સદઉપયોગ કરવામાં આવેત તેવી માંગ કરી હતી.