Grace Youth Club

Grace Youth Club: જામનગરની ગ્રેસ યુથ કલબ દ્વારા 100 થી વધુ કોરોના વોરિયર્સ ને સન્માનિત કરાયા

Grace Youth Club: જામનગર માં ગ્રેસ યૂથ ક્લબ દ્વારા કોરોના જેવી મહામારી માં નિસ્વાર્થ ભાવે સેવા આપતા કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૧૯ જુલાઈ:
Grace Youth Club: જામનગર માં કુંવારબાઈ જૈન ધર્મશાળા ખાતે ગ્રેસ યૂથ ક્લબ દ્વારા કોરોના જેવી મહામારી માં કોરોના દર્દીઓ અને તેના સગા વ્હાલાઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિસ્વાર્થ ભાવે સેવા કરતાં કોરોના વોરિયર્સ નું સન્માન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

આ કાર્યક્રમ માં ગ્રેસ યૂથ ક્લબ દ્વારા ડોકટર, નર્સ, પોલીસ, સામાજિક અને સેવાકીય સંસ્થાઓ તેમજ આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ 122 જેટલા કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, ભાજપ શહેર પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઇ, સમર્પણ હોસ્પિટલ ના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા તેમજ ગ્રેસ યૂથ ક્લબ ના ફાઉન્ડર ધરતીબેન ઉમરાણિયા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો…Dog breeding and marketing: રાજ્યમાં ડૉગ બ્રીડીંગ અને માર્કેટિંગની પ્રવૃત્તિઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત- વાંચો વિગત