ranavav rain rescue

Ranawav rescue: ફાયર બ્રિગેડ વિભાગની ટીમે વરસાદની આફતમાં ફસાયેલ માતા પુત્રનો જીવ બચાવ્યો

  • Ranawav rescue: કલેક્ટર કે. ડી. લાખાણી દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને જાણ કરાતા માતા પુત્રનું રેસ્ક્યુ કરી બચાવ કરાયો
google news png

પોરબંદર, 19 જુલાઈ: Ranawav rescue: રાણાવાવમાં ભારે વરસાદની આફતમાં માતા પુત્ર ફસાતા મધરાત્રે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો હતો, કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા મામલતદાર અને ચીફ ઓફિસરને જાણ કરાતા માતા પુત્રનું રેસ્ક્યુ કરી બચાવ કરાયો હતો.

પોરબંદર જિલ્લામાં રાત્રિના ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડ્યો હોવાના કારણે રાણાવાવમાં માતા અને પુત્ર વરસાદની આફતમાં ફસાયા હતા. ભારે વરસાદની આફતમાં ફસાયેલ માતાએ જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીનો સીધો ફોનથી સંપર્ક કર્યો હતો. મધ રાત્રે ઘરમાં પાણી ઘૂસી જતા મુસીબતમાં મુકાયેલ માતા પુત્રના રેસ્ક્યુ કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો:- Trains canceled due to heavy rain: ભારે વરસાદને કારણે પોરબંદરથી ચાલતી કેટલીક ટ્રેનો રદ્દ

મહિલા ફસાયા હોવા અંગેની જાણ કલેકટર એ મામલતદાર અને ચીફ ઓફિસરને કરી હતી, જેથી ફાયર બ્રિગેડ વિભાગની ટીમને તાત્કાલિક સ્થળ ઉપર મોકલી આપી હતી, અને ફાયર બ્રિગેડ વિભાગની ટીમે વરસાદની આફતમાં ફસાયેલ માતા પુત્રનો જીવ બચાવ્યો હતો, તેમજ તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો