Sagar dabhiya join AAP

Sagar dabhiya join AAP: રાજુલાના જાણીતા અને તમામ જ્ઞાતિમાં નામના ધરાવતા સાગરભાઈ ડાભિયા ‘આપ’ પાર્ટીમાં જોડાયા

Sagar dabhiya join AAP: સાગરભાઇ ડાભિયા અરવિંદ કેજરીવાલના દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલ કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે: ઈસુદાન ગઢવી

નવી દિલ્હી, 19 સપ્ટેમ્બરઃ Sagar dabhiya join AAP: આમ આદમી પાર્ટી આજે સમગ્ર ગુજરાતમાં એક મજબૂત વિકલ્પના રૂપમાં ઊભરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીએ વિવિધ કેમ્પેઈન દ્વારા ગુજરાતના ઘરે ઘરે પોતાની વિચારધારા ફેલાવી છે. અને એટલા માટે જ આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને સમગ્ર ગુજરાતમાં દરેક જાતિ-ધર્મ અને દરેક વર્ગના લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે ભાજપ-કોંગ્રેસ જેવી પાર્ટી તથા બીજી સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે કારણ કે જે પણ લોકો ઈમાનદાર છે અને જનતાની સેવા કરવા માંગે છે તે બધા જ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને જનતાની સેવા કરી રહ્યા છે.

આવા ઘણા આગેવાનોની યાદીમાં વધુ એક સામાજિક કાર્યકર્તા અને ઈમાનદાર વ્યક્તિનું નામ જોડાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાન સાગરભાઇ ડાભિયા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતા સાગરભાઇ ડાભિયા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે કાર્યરત છે. તેઓ રાજુલા જાફરાબાદ વિધાનસભામાં ખૂબ જ સારી લોકપ્રિયતા ધરાવે છે. સાગરભાઇ સોનલમાંના ભક્ત છે અને સાધુ-સંતો, ચારણ, ગઢવી કલાકારો સાથે ખૂબ જ બહોળો સંબંધ ધરાવે છે. સાગરભાઇ પોતાના વિસ્તારમાં થતા નાના મોટા કાર્યોમાં ચોક્કસ હાજર રહેતા હોય છે અને એના કારણે તેઓ પોતાની વિધાનસભામાં ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે છે.

આ પણ વાંચોઃ XMS and XMAS variants of Tata Harrier launched: ટાટા હેરિયરનું XMS અને XMAS વેરિઅન્ટ લોન્ચ, SUVની કિંમત 17.20 લાખ રૂપિયાથી શરૂ

Advertisement

સાગરભાઇ ડાભિયા દર વર્ષે આઈ સોનલમાંનો જન્મ મહોત્સવ ઉજવે છે, મોરારીબાપુની હાજરીમાં પદ્મશ્રી કાગબાપુ એવોર્ડ સમારોહમાં સાગરભાઇ ડાભિયાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેઓ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલન કાર્યક્રમમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે. સાથે સાથે રાજુલા તાલુકામાં સરપંચ એસોસિએશન દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સાગરભાઇ ડાભિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. સાગરભાઇ ડાભિયાએ દલિત સમાજના યુવક કમલેશના નિધન બાદ તેના પરિવારને સહાયતા મળે તે માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને કાર્યક્રમમાં જમા થયેલ રૂપિયા મૃતક કમલેશના પરિવારને સોંપ્યા હતા સાથે સાથે કમલેશભાઈ ની બહેન ના લગ્નનો ખર્ચો ઉઠાવવાની જવાબદારી પણ સાગરભાઇ ડાભિયા લીધી હતી.

સાગરભાઇ ડાભિયા આમ આદમી પાર્ટીને વિચારધારાથી પ્રેરાઈને અને અરવિંદ કેજરીવાલજીના દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલ કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓનું સ્પષ્ટ માનવું છે કે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં જે ક્રાંતિકારી કામો કર્યા એવા કામો ગુજરાતમાં પણ થવા જોઈએ. દિલ્હી જેવી શિક્ષા વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન જેવી અનેક વ્યવસ્થાઓની જરૂરત ગુજરાતમાં પણ છે અને એટલા માટે જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે માટે દિવસ રાત મહેનત કરવા માટે તૈયાર છે. સાગરભાઇ ડાભિયા હંમેશા એક સમાજસેવકના રૂપમાં પોતાની ઓળખ ધરાવે છે અને રાજનીતિમાં આવ્યા પછી પણ તેઓ હંમેશા સમાજસેવક તરીકે ગુજરાતના લોકોની સેવા કરવા માટે તત્પર છે.

આ પણ વાંચોઃ Actress nishi singh death: ટીવી સિરિયલ ‘કુબૂલ હૈ’ અને ‘ઇશ્કબાઝ’ ફૅમ નિશી સિંહનું નિધન

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Copyright © 2022 Desh Ki Aawaz. All rights reserved.