cow on road

Stray Animal Control Laws: રખડતા ઢોર નિયંત્રણને લઇ ગુજરાત વિધાનસભામાં બહુમતીના આધારે લેવાયો નિર્ણય

Stray Animal Control Laws: રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી

ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ Stray Animal Control Laws:ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ  લાંબા સમયથી ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસનો મામલો યક્ષ પ્રશ્ન બનીને ઉભો છે. આ મુદ્દે રખડતા ઢોરના નિયંત્રણ માટે એક કાયદો લાવવાનું નક્કી કર્યું હતું. જોકે, આ સમગ્ર મામલે ભારે રાજકારણ બાદ આખરે આજે ગુજરાત વિધાનસભામાં ભાજપે બહુમતીના આધારે આ વિધેયક પરત ખેંચવાાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છેકે, અગાઉ પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલા રખડતા ઢોર (stray cattle) અંગેના વિધેયકને લીધે માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી.. જ્યારથી આ વિધેયક પસાર થયો હતો ત્યારથી તેઓ વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી ખાળવા માટે સરકારે આ કાયદાના અમલમાં પાછી પાની કરવી પડી છે તેવું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ News for gujarat ST employees: ST નિગમના કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો ST નિગમના કર્મચારીઓની માગણી વિશે

Advertisement

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં મંજૂર કરવામાં આવેલો રખડતા ઢોર (stray cattle) અંગેનો કાયદાને હવે વિધાનસભામાં બહુમતીના આધારે પરત ખેંચી લેવામાં આવ્યો છે. મોકૂફ રાખી દેવામાં આવ્યો છે. રખડતા પશુ નિયંત્રણ કાયદાને (Stray Animal Control Laws) લઈ માલધારી સમાજના (Maldhari community) ઉગ્ર વિરોધ બાદ હવે રાજ્ય સરકારે નમતું જોખ્યું છે.

આ વિધેયક પરત ખેંચવા  અંગે રાજ્યમાં ઠેર-ઠેર માલધારી સમાજના આગેવાનોએ આવેદનપત્રો આપ્યા હતા. માલધારી સમાજ દ્વારા ગાંધીનગરમાં આશ્ચર્યજનક અને જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે એવા સમયે ભાજપ સરકારને માલધારી સમાજની નારાજગી પોસાય તેમ નથી. એજ કારણ છેકે, આજે મળેલાં વિધાનસભાના સત્ર દરમિયાન સરકાર દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલને પાછું ખેંચવાનો નિર્ણય લેવાય છે.

આ પણ વાંચોઃ Tribute to late ex-Member of Legislative Assembly: ગુજરાત વિધાનસભાના દિવંગત પૂર્વ-સભ્યોને ૧૪મી વિધાનસભાના ૧૧મા સત્રના પ્રથમ દિવસે શોકાંજલિ અપાઈ

Advertisement
Gujarati banner 01