Gujctoc Law: સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારનો મકકમ નિર્ધાર, જાણો શું કહ્યું રાજ્ય ગૃહમંત્રીએ?

Gujctoc Law: ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે પસાર કરાયું હતું

  • રાજયમાં આતંકવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઈથી આગળ વધારાશે: ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
  • NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન,મહિલા સંબંધી ગુનાઓમાં ૩૬ રાજયોમા ગુજરાત છેલ્લી હરોળમાં:આ માત્ર ને માત્ર ગુજસીટોક કાયદાને આભારી

ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ Gujctoc Law: ગૃહ રાજ્યમંત્રી હર્ષસંધવી એ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે રાજય સરકારે સંગઠિત ગુનાઓને ડામવા રાજય સરકારે મકકમ નિર્ધારકરીને આતંકવાદ સામે ની લડાઈને વધુ ને વધુ મકકમતાથી આગળ વધારવાનું મન બનાવીને ગુનેગારો સામે કડકમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરતાં જણાવ્યું હતું કે,ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજય સરકારે વટહુકમ બહાર પાડયો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

ગૃહ રાજય મંત્રીએ ઉમેર્યું કે, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેડળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહ્યું છે જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ,ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશના ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં આજે છે માત્ર ને માત્ર રાજયમાં અમલી ગુજસીટોક કાયદાને આભારી છે.

ગૃહ રાજય મંત્રીએ આ સુધારા વિધેયકના ઉદ્દેશોની વિગતો આપતાં કહ્યું કે,રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ,૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે.

આ પણ વાંચોઃ This train passing through Ahmedabad is cancelled: બિલાસપુર મંડળ પર ઇન્ટરલોકિંગના કાર્યને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ

આ અધિનિયમના અમલ દરમિયાન કોઇપણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે, સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫) સુધારા કર્યા છે.

મંત્રી એ ઉમેર્યું કે, આ નવી જોગવાઈ મુજબ, કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, આ અધિનિયમની કલમ-૪માં, “અથવા કોઈપણ સમયે” એ શબ્દોને બદલે, “અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે” એ શબ્દો મૂકવામાં આવ્યાં છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(૫)માં, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના” એ શબ્દોને બદલે, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના” શબ્દ નો ઉપયોગ કરાશે.આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વ સંમતીથી પસાર કરાયું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad-Agra Cantt Special Trains Trip: અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ અને અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ ટ્રેનોની ટ્રીપ વિસ્તૃત

Gujarati banner 01