Stray cow jump from first floor

Stray cow jump from first floor: ઢોર પાર્ટીને જોઈ ગાયે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પગ અને માથામાં થઇ ઈજા- જાણો શું છે મામલો?

Stray cow jump from first floor: ઢોર પાર્ટીથી ડરીને એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, ડરી ગયેલી ગાયે ત્યાંથી કૂદકો મારી દીધો

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃStray cow jump from first floor: રાજ્યના વિવિધ શહેરોમાં રખડતા ઢોરોને પાંજરે પુરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ઢોર પકડ પાર્ટી તરફથી શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરને પકડીને પાંજરે પુરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ઢોર પાર્ટીથી ડરીને એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં, ડરી ગયેલી ગાયે ત્યાંથી કૂદકો મારી દીધો હતો. અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આ બનાવ બન્યો છે

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પકડ પાર્ટીની ટીમે ગુરુવારે ગોમતીપુર વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ઢોર પકડ પાર્ટીની સાત જેટલી ટીમ ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે ઢોર પકડવા માટે પહોંચી હતી. આ દરમિયાન એક ગાય મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી. હકીકતમાં ગાય ઢોર પકડ પાર્ટીથી ડરીને મકાનના પહેલા માળ સુધી પહોંચી ગઈ હતી.

બીજી તરફ ઢોર પકડ પાર્ટીના સભ્યને જોઈને ડરે ગયેલી ગાયે પહેલા માળેથી ભૂસકો માર્યો હતો. હકીકતમાં ગાયને પરત ફરવા માટે કોઈ જગ્યા મળી ન હતી. પહેલા માળેથી નીચે કૂદતા ગાયને પગ અને માથાના ભાગે ઈજા પહોંચી હતી. બાદમાં ગાયને સારવાર માટે ઢોરવાડામાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Dream City Project: મહિનાના અંતે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડ્રીમ સિટી પ્રોજેક્ટના કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ઉલ્લેખનીય છે કે મંગળવારે આ વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન ઢોર પકડ પાર્ટીની ટીમ પર હુમલો થયો હતો. આ દરમિયાન એક કર્મીને ઈજા પહોંચી હતી. જેના બીજા દિવસે એટલે કે ગુરુવારે પણ આ વિસ્તારમાં ઢોર પકડવાની કાર્યવાહી ચલાવવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by Desh Ki Aawaz (@deshkiaawaz)

ગાયે કૂદકો માર્યો હોવાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે એક ગાય મકાનના પહેલા માળે ગેલેરીમાં પહોંચી ગઈ છે. બીજી તરફ ઢોર પકડ પાર્ટીનો વ્યક્તિ સીડી પરથી ઉપર આવે છે. ઢોર પકડ પાર્ટીના સભ્યને જોઈને જ ગાય અચાનક ભડકે છે અને ગેલેરીમાંથી નીચે કૂદે છે.

આ પણ વાંચોઃ The women’s football team: ગુજરાત વિમેન ફૂટબોલ ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં રમશે, ટીમ છેલ્લા 45 દિવસથી દરરોજ 3-4 કલાક કરે છે પ્રેક્ટિસ

Gujarati banner 01