Supplementary Examination Update: જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે
Supplementary Examination Update: રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો

ગાંધીનગર, 24 જૂનઃ Supplementary Examination Update: રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો વાતાવરણ છે, તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા પહોંચી શક્યા નથી. આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે પૂરક પરીક્ષાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- Gujarat Rain Alert: ગુજરાતમાં મેઘમહેર યથાવત, બે જિલ્લામાં રેડ એલર્ટ અને 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
પુન:પૂરક પરીક્ષા અંગે માહિતી આપતા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વરસાદ કારણે કેટલાક જગ્યાએ પાણી ભરાયા છે અને યાતાયાત ખોરવાયું છે તેવા સમયમાં ધોરણ ૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ચાલી રહી છે ત્યારે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી નથી શક્યા તેમના માટે પૂરક પરીક્ષા પૂર્ણ થયા પછી બાકી રહી ગયેલા વિધાર્થીઓ માટે પરીક્ષા આપવા એક નવી વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા ઊભી કરવામાં આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે જે ધો ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ પોતાની પૂરક પરીક્ષાથી વંચિત રહી ગયા છે તેઓ પોતાની મહેનત ચાલુ રાખે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ ફરીથી પરિક્ષાથી વંચિત વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું આયોજન કરશે.
