surat fire rescue

Surat Fire Department heartbreaking rescue: સુરત: ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા 70 વર્ષીય વૃધ્ધા, ફાયર વિભાગે કર્યું દિલડધડક રેસ્ક્યુ

Surat Fire Department heartbreaking rescue: સુરત: ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયા 70 વર્ષીય વૃધ્ધા, જુઓ કેવી રીતે સુરત ફાયર વિભાગે કર્યું દિલડધડક રેસ્ક્યુ

Surat Fire Department heartbreaking rescue: કામરેજના આંબોલી ગામની ઘટના. વૃદ્ધ મહિલા ભૂવામાં પડી. સવારના મળસ્કે બાથરૂમમાં જઇ હતા તે દરમિયાન વૃદ્ધ મહિલા ૨૫ ફૂટ ઊંડા ભૂવામાં પડી. ગતરોજ રાત્રીના વરસેલા ભારે વરસાદને કારણે ઘરે બનાવેલ ખાળકુવાની બાજુમાં પડી ગયો હતો ભૂવો. કામરેજ ફાયર વિભાગની ટીમે દ્વારા કપિલા બેન ઠાકરશીભાઈ રામાનંદી નામની મહિલાનું રેસ્કયુ કરાયું. ફાયરના જવાનોએ ભુવામાં પડી ગયેલી મહિલાને હેમખેમ બહાર કાઢી.

સુરત, 02 જુલાઈ: Surat Fire Department heartbreaking rescue: ચોમાસા ની જબરદસ્ત શરૂવાત થઈ ચુકી છે. ત્યારે એક તરફ લોકોમાં ખુશી જોવા મળી રહી છે, જયારે બીજી તરફ વરસાદને કારણે અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. ચોમાસામાં અકસ્માતની સંખ્યાઓ પણ વધતી જણાતી હોય છે. આ સિવાય ખાડામાં ખાબકવું, ગાડીઓ ફસાઈ જવી વગેરે જેવી અનેક સમસ્યાઓ ઉભી થતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, (Surat Fire Department heartbreaking rescue) સુરતના ઠેર ઠેર વરસાદને કારણે દરેક જગ્યાએ પાણી ભરાયા હતા. ત્યારે કામરેજમાં પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. એવામાં કામરેજના આંબોલી વિસ્તારમાં એક 70 વર્ષીય વૃદ્ધા 20 ફૂટ ઊંડા ખાડકૂવામાં પડી હતી. આ પછી તાત્કાલિક પણે સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. તેથી સુરત ફાયર વિભાગ દ્વારા દિલડધડક રેસ્ક્યુ હાથ ધરાયો હતો. તેમજ વૃદ્ધાને બહાર કાઢવામાં આવી હતી.

70 વર્ષીય વૃદ્ધાને સુરત ફાયર વિભાગ દ્વારા દિલડધડક રેસ્ક્યુ હાથ ધરી તાત્કાલિક પણે બહાર કાઢવામાં આવી હતી. તેમ છતાં પણ વૃદ્ધાને સામાન્ય ઈજાઓ પહોચી હોવાને કારણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો..Gujarat congress ma bhadko: ગુજરાત કોંગ્રેસમાં ભડકો, 300 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

Gujarati banner 01