Tamil family welcome at surat railway station: મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું સુરત રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત
Tamil family welcome at surat railway station: કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશે મૂળ સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું સુરત રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત કર્યું
સુરત, 19 એપ્રિલ: Tamil family welcome at surat railway station: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ અન્વયે સૌરાષ્ટ્ર જનારા મૂળ સૌરાષ્ટ્રીયન તમિલોનું સુરત રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે, ધારાસભ્ય મનુભાઈ, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા તથા મોટી સંખ્યામાં સૂરતીઓએ ભાવભર્યું સ્વાગત કર્યુ હતુ.
સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું આગમન થતાં જ સમગ્ર રેલવે સ્ટેશન ઢોલ-નગારા નાદથી ગાજી ઉઠ્યું હતું. ટ્રેનમાંથી પ્રવાસીઓ ઉતરતા જ પુષ્પવર્ષા કરી ફ્રુડ પેકેટ અને પીવાનું પાણી આપીને આવકારવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહેમાનોને આવકારવા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ સાચા અર્થમાં સાકારિત કરશે. મૂળ સૌરાષ્ટ્રીયન તમિલોને તેમનો મૂળ વતન એવા સૌરાષ્ટ્રની કલા, સંસ્કૃતિ,પરંપરાઓ, જીવન પદ્ધતિ, ખાનપાન વગેરેના આદાન-પ્રદાન થકી સૌરાષ્ટ્ર અને તમિલનાડુના સંબંધોને વધુ મજબૂત થશે.

