Sub inspector committed suicide

Sub-inspector committed suicide: પલંગ પર સૂતા-સૂતા જ સબ ઈન્સ્પેક્ટરે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી, વાંચો સમગ્ર મામલો…

Sub-inspector committed suicide: CRPF કેમ્પમાં પલંગ પર સૂતા-સૂતા જ સબ ઈન્સ્પેક્ટરે AK-47 ગનથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

ગાંધીનગર, 19 એપ્રિલ: Sub-inspector committed suicide: ગાંધીનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સીઆરપીએફ કેમ્પમાં 59 વર્ષીય સબ ઇન્સ્પેક્ટરે Ak47 ગનથી પોતાને ગોળી મારી આત્મહત્યા કરી છે. આ મામલે ચીલોડા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મીડિયા અહેવાલ મુજબ, ગાંધીનગરના સીઆરપીએફ કેમ્પમાં 59 વર્ષીય સબ ઈન્સ્પેક્ટર કિશનભાઈ રાઠોડ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. બુધવારે તેઓ QAT બેરેકમાં લોખંડનાં પલંગ પર સૂતા હતા ત્યારે જ AK-47 ગનથી પોતાને ગોળી મારી તેમને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ કેમ્પના અન્ય જવાનોને થતા કેમ્પમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જ્યારે ચીલોડા પોલીસને પણ આ બનાવની જાણ કરવામાં આવી હતી. ચીલોડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

એક વર્ષ પછી રિટાયર્ડ થવાના હતા

પ્રાથમિક તપાસ મુજબ, કિશનભાઈ રાઠોડ મૂળ દસક્રોઈના બિલાસિયાં ગામના વતની છે અને તેમનો પરિવાર હાલ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી સૂરધારા સોસાયટી ખાતે રહે છે. એક વર્ષ પછી કિશનભાઈ રિટાયર્ડ થવાના હતા. જ્યારે  બે દિવસ પહેલા જ તેઓ પરિવારને મળવા માટે ઘરે પણ ગયા હતા.

જો કે, તેમણે આત્મહત્યા કયાં કારણોસર કરી તે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. આ મામલે પોલીસે પરિવારજનો અને સાથી જવાનોની પૂછપરછ હાથ ધરી છે. 

આ પણ વાંચો:-ICICI Lombard: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો 36% વધ્યો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો