Valentine day

Valentine day special: ગુજરાતનું એક એવું ગામ જેનું નામ છે વેલેન્ટાઈન ડે, અહીં જાણો શું છે કારણ…

Valentine day special: આ ગામમાં વસતા યુવક યુવતીઓમાં 90 ટકા લોકોએ ગામમાં જ પ્રેમલગ્ન કર્યા છે

અમદાવાદ, 14 ફેબ્રુઆરી: Valentine day special: 14 ફેબ્રુઆરીને દુનિયામાં પ્રેમના પ્રતિજ્ઞા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રેમી પંખીડાઓ આજના દિવસે પોતાની પ્રેમિકા સાથે પ્રેમનો ઈઝરાર કરતા જોવા મળે છે તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતનું એક એવું ગામ કે જ્યાં ગામનું નામ જ વેલેન્ટાઈન ડે તરીકે ઓળખવામાં આવે છે.

કારણ કે આ ગામમાં વસતા યુવક યુવતીઓમાં 90 ટકા લોકોએ ગામમાં જ પ્રેમલગ્ન કર્યા છે તો ઠીક પણ તેમના માતા-પિતા દ્વારા પણ આ જ ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરે પોતાનું જીવન આગળ વધારતા જોવા મળ્યા છે.

વેલેન્ટાઈન ડે શા માટે ઉજવવામાં આવે છે?

કહેવાય છે કે સેન્ટ વેલેન્ટાઈન હંમેશા દુનિયામાં પ્રેમને પ્રોત્સાહન આપવાની વાત કરતા હતા. પરંતુ, ત્યાંના રાજા ક્લાઉડિયસને આ વાત પસંદ ન આવી. રાજા માનતા હતા કે પ્રેમ અને લગ્ન પુરુષોની શક્તિનો નાશ કરે છે. આ કારણે રાજાએ એવો આદેશ પણ પસાર કર્યો હતો કે રાજ્યના અધિકારીઓ અને સૈનિકો લગ્ન કરી શકતા નથી.

આ પણ વાંચો: New chairman of amul dairy: અમૂલ ડેરીના ચેરમેન બન્યા વિપુલ પટેલ, જાણો તેમના વિશે વિસ્તારથી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો