Amul Dairy

New chairman of amul dairy: અમૂલ ડેરીના ચેરમેન બન્યા વિપુલ પટેલ, જાણો તેમના વિશે વિસ્તારથી…

New chairman of amul dairy: અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ છે

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી: New chairman of amul dairy: અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી આજે યોજવામાં આવી હતી. અમૂલના ચેરમેન વિપુલ પટેલને બનાવવામાં આવ્યા છે. વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ છે. કાંતિ સોઢા પરમારને અમૂલના વાઈસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. સહકારી ક્ષેત્ર સાથે વિપુલ પટેલ જોડાયેલા છે. આણંદ એપીએમસીમાં 2 ટર્મ સભ્ય પણ રહી ચૂક્યા છે. અગાઉ રામસિંહ ચેરમેન સહીતના વિવિધ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. ત્યારે હવે આ કાર્યભાર વિપુલ પટેલ સંભાળશે.

અમૂલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત ફેબ્રુઆરી મહિનામાં પૂરી થઈ રહી હોવાથી આ ચૂંટણી યોજવામાં આવી હતી. અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ઘણા સમયથી ચર્ચા હતી ત્યારે કેટલાક નામો પણ પ્રબળ દાવેદાર તરીકે સામે આવતા હતા. ત્યારે આ બે નામો સામે આવ્યા છે. જેઓ આગામી સમયની અમૂલની જવાબદારી સંભાળશે. સહકારી ક્ષેત્રની આ મહત્વની ચૂંટણી માનવામાં આવે છે. 

જેમાં અમૂલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના 13 સભ્યો, અમૂલ-ફેડરેશનના પ્રતિનિધિ અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. અમૂલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી બિન-પક્ષીય ધોરણે લડવામાં આવે છે અને કોઈપણ રાજકીય પક્ષ હેઠળ કોઈ સીધું નામાંકન હોતું નથી. અમૂલ ડેરીના કુલ 12 સભ્યોમાંથી 10 સભ્યો ભાજપ પ્રેરિત છે જ્યારે 2 સભ્યો કોંગ્રેસ પ્રેરિત છે.  

છેલ્લા 25 વર્ષથીચ રામસિંહ ચેરમેન હતા 

અગાઉ રામસિંહ પરમાર ચેરમેન રહ્યા છે. 2 દાયકાથી વધુ સમય તેઓ આ પદે રહ્યા છે. ખેડૂત પશુપાલકોના હિતમાં અવાજ ઉઠાવતા રહ્યા છે. અગાઉ રામસિંહ 2017ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. છેલ્લા 25 વર્ષથી રામસિંહ ચેરમેન હતા. અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થતા આ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં રામસિંહની પણ પ્રબળ દાવેદારી માનવામાં આવતી હતી. 

આ પણ વાંચો: Amit shah on Adani case: અદાણી-હિંડનબર્ગ કેસ અંગે ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન, વાંચો શું કહ્યું…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો