vidhan sabha holi

Vidhansabha Rangotsav: વિધાનસભામાં રંગોત્સવ- 60 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભા પરીસરમાં નેતાઓ રમ્યા હોળી

ગાંધીનગર, 07 માર્ચ: Vidhansabha Rangotsav: વિધાનસભામાં ઈતિહાસમાં પ્રથમ વખત હોળી રમવાને લઈને મંજૂરી અધ્યક્ષ તરફથી મળી હતી. ત્યારે આજે વિધાનસભામાં પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચરલ કલરોથી નેતાઓ હોળી રમતા  નજરે પડ્યા હતા. 

વિધાનસભામાં ઈતિહાસમાં પ્રથમ વખત હોળી રમવાને લઈને મંજૂરી અધ્યક્ષ તરફથી મળી હતી. ત્યારે આજે વિધાનસભામાં પણ રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચરલ કલરોથી નેતાઓ હોળી રમતા  નજરે પડ્યા હતા. 

વિધાનસભા ધારાસભ્યો દ્વારા હોળી રમવામાં આવી હતી. નેચરલ કલર સાથે અધ્યક્ષે પર્વની ઉજવણી માટે પપરમિશન આપતા આજે વિધાનસભા પરીસર પણ રંગોના ઉત્સવમાં જોવા મળ્યું હતું. હર્ષ સંઘવી, હાર્દિક પટેલ, ઋષિકેશ પટેલ, કૂબેર ડિંડોર સહીતના ભાજપના નેતાઓ ઉપરાંત સીએમને પણ હોળીનું તિલક કરવામાં આવ્યું હતું. તમામ નેતાઓ હોળીના રંગોમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત પરીસરની અંદર પરંપરાગત ઢોલ પણ જોવા મળ્યા હતા.

કુબેર ડીંડોર પરંપરાગત વહેરવેશ સાથે જોવા મળ્યા
કુબેર ડીંડોર પરંપરાગત વહેરવેશ સાથે જોવા મળ્યા હતા. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત આયોજનનો નજારો જોવા મળ્યો હતો. મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો માટે આયોજન કરવામાં આવ્યું હતું. 

100 કિસો કેસૂળો પણ હોળી રમવા માટે મંગાવવામાં આવ્યો હતો. 
8 માર્ચના રોજ હોળીનો તહેવાર છે ત્યારે અત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે હોળીનો તહેવાર પ્રાકૃતિક રંગો સાથે મનાવવામાં આવ્યો હતો. 100 કિસો કેસૂળો પણ હોળી રમવા માટે મંગાવવામાં આવ્યો હતો. પરીષરમાં તમામ સ્ટાફ પણ આ રંગોત્સવમાં સામેલ થયો હતો.. 8 માર્ચના રોજ જાહેર રજા હોવાથી એક દવિસ પહેલા જ આ હોળીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. આ રંગોત્સવમાં નેતાઓ કેસૂડાના ફૂલોથી બનેલા રંગોથી એકબીજાને રંગી હોળીની શુભકામનાઓ પાઠવી હતી. 

 આ વખતે 2023ની હોળી-ધૂળેટી પર આ પરંપરા શરુ થઈ
હોળીની આ પરંપરા વિધાનસભામાં જે રીતે આ વખતે 2023ની હોળી-ધૂળેટી પર શરુ થઈ છે ત્યારે આગામી સમયમાં પણ આ પરંપરા ચાલું રહે તેવી શક્યતાો છે. કેમ કે, વિધાનસભામાં પ્રશ્નોતરીકાળમાં જે રીતે નેતાઓ સામ સામે જોવા મળતા હોય છે ત્યારે તહેવારોને મનાવવા માટે એકજૂટ થઈને તહેવારનો આનંદ પણ માણતા હોય છે.  

આ પણ વાંચો:-Metro time & frequency change: અમદાવાદ મેટ્રોના સમય અને ફ્રીક્વન્સીમાં ફેરબદલ કરાયો, જાણો ક્યારથી મળશે મેટ્રો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો