metro amdavad

Metro time & frequency change: અમદાવાદ મેટ્રોના સમય અને ફ્રીક્વન્સીમાં ફેરબદલ કરાયો, જાણો ક્યારથી મળશે મેટ્રો

Metro time & frequency change: અમદાવાદ – ભારત ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રોના સમય અને ફ્રીક્વન્સનીમાં ફેરબદલ કરાયો, જાણો ક્યારથી મળશે મેટ્રો

અમદાવાદ, 07 માર્ચ: Metro time & frequency change: ભારત ઓસ્ટ્રેલિયાની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવા જઈ રહી છે જ્યાં મેટ્રો સ્ટેશન બિલકુલ પાસે છે જેથી મોટી સંખ્યામાં દર્શકો મેચ દરમિયાન આવતા હોવાથી સમય અને ફ્રીક્વન્સીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. 

ભારત ઓસ્ટ્રેલિયાની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવા જઈ રહી છે જ્યાં મેટ્રો સ્ટેશન બિલકુલ પાસે છે જેથી મોટી સંખ્યા માં દર્શકો મેચ દરમિયાન આવતા હોવાથી સમય અને ફ્રીક્વન્સીમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. 

સ્ટેશનો પર દર 12 મિનિટે મેટ્રો મળશે

9 માર્ચથી શરુ થઈ રહી છે ટેસ્ટ ક્રિકેટ મેચ 

સવારે 7 કલાકની જગ્યાએ 6 વાગ મેટ્રો મળશે 

9 માર્ચથી 13 માર્ચ સુધી ફેરફાર કરાયો 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ 9 માર્ચથી અમદાવાદમાં શરુ થઈ રહી છે જેને જોતા ટેસ્ટ મેચ દરમિયાન મેટ્રોનો સમય અને ફ્રીક્વન્સનીમાં ફેરબદલ કરાયો  છે. ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવશે. આ ઉપરાંત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં બન્ને દેશના પીએમ પણ પ્રથમ દિવસે હાજર રહેવાના છે. મેચ સિવાય આ બન્નેની હાજરી પણ મહત્વની છે ત્યારે ક્રિકેટ સ્ટેડીમ ખિચોખિચ ભરેલું રહેશે. આ દરમિયાન આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

5 દિવસની ટેસ્ટ હોવાથી પાંચ દિવસનો ફેરફાર 
બે દિવસ બાદ આ મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેથી 5 દિવસની ટેસ્ટ હોવાથી પાંચ દિવસનો ફેરફાર સમય અને ફ્રીક્વન્સીને લઈને કરાયો છે. દર 20 મિનિટે મેટ્રો અત્યારે દરેક સ્ટેશનો પર પેસેન્જરને મળી રહી છે પરંતુ આ પાચં દિવસ દરમિયાન મેટ્રો દર 12 મિનિટે ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સાથે મેટ્રો સ્ટેશન પર લોકોને સવારે 7 વાગે મેટ્રો ઉપલબ્ધ કરાવવામાં આવે છે પરંતુ 6 વાગ્યે સવારમાં લોકો મેટ્રોમાં આ પાંચ દિવસ એટલે કે 9થી 13 માર્ચ દરમિયાન મુસાફરી કરી શકશે. આમ આ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Kudarat ane kalyug: કુદરત પણ કળયુગ સામે ઝૂકી લાગે છે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો