19spoviru 4c

વિરેન્દ્ર સહેવાગે(Virender Sehwag) સોશિયલ મીડિયા પર એક વીડિયો મુકી અને સુરતની સિવિલ હોસ્પિટલની કામગીરીના કર્યા વખાણ, જુઓ આ ખાસ વીડિયો

સુરત, 26 એપ્રિલઃ હાલ પરિસ્થિતિ બહુ ગંભીર છે, પરંતુ તેમાં પણ લોકોને થોડી સકારાત્મકતા આપી શકીએ તો તેનાથી વાતાવરણમાં થોડી હળવાશ આવે છે. બે દિવસ પહેલાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીનો જન્મદિવસ હતો. ત્યારે કોરોનાના દર્દીનું મનોબળ વધારવા તથા ચાલવા માટે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ અને તબીબો દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી હતી. આ દિવસે હોસ્પિટલ અને કર્મચારીઓ દ્વારા કોરોનાના દર્દીનો બર્થ ડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને તેનું મનોબળ વધારવામાં આવ્યું હતું.

આ વીડિયો સોશિયલ મીડિયામાં તથા ટ્વિટર પર ટ્વીટ કરવામાં આવ્યો હતો. જે વિડીયો ફેસબુક પર જોતાની સાથે જ પૂર્વ દિગ્ગજ ખેલાડી વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) દ્વારા આ વિડીયો પોતે ટ્વીટ કરવામાં આવ્યો હતો અને નવી સિવિલ હોસ્પિટલ કામગીરીના વખાણ કરવામાં આવ્યા હતા. 

Whatsapp Join Banner Guj

વિરેન્દ્ર સહેવાગે(Virender Sehwag) ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે આજે જે  પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે તબીબો દ્વારા એક સારું એવું કામ કરવામાં આવી રહ્યું છે અને તબીબો નો પણ આભાર માનવામાં આવ્યો હતો.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે જાહેરનામુ બહાર પાડ્યુંઃ સરકારી બોન્ડ કરેલા ડોકટરો(MBBS doctors)ને ફરજ પર હાજર થવાનો આપ્યો આદેશ