Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Mobile Health Medical Unit: મોબાઇલ હેલ્થ-મેડીકલ યુનિટ રાજ્યના નાગરિકો માટે બન્યું હરતું–ફરતું આરોગ્ય મંદિર: પાનશેરીયા

Ekta Yatra: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતાયાત્રાના આયોજન અંગે બેઠક યોજાઈ

Relief Package for Farmers: કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારનું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ

Vrindavan Gauchar Park at Vadnagar: વડનગર ખાતે વૃંદાવન ગૌચર પાર્કનું થશે નિર્માણ

Pansheriya’s visit Health Department: મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની આરોગ્ય વિભાગની કચેરીમાં અચાનક મુલાકાત

AM/NS Indiaના સ્નાતકોને કૌશલ્ય – ધ સ્કિલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સન્માનિત કરાયા

Late Prabodhbhai Rawal: મોટેરા ખાતે સ્વ. પ્રબોધભાઇ રાવલની ૨૬મી પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

Gujarat Police’s mega strike: સાયબર ઠગ સામે ગુજરાત પોલીસની મેગા સ્ટ્રાઇક

Heavy rain forecast in Surat: હવામાન વિભાગની ચેતવણી: સુરતમાં ભારે વરસાદ

Garba on Operation Sindoor: સૈન્યના શૌર્યના સન્માનમાં રાજ્યભરમાં ‘ઓપરેશન સિંદૂર’ પર એકસાથે ગરબા

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, December 14, 2025
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
36th National Games logo 1
ખેલ ટોપ સ્ટોરી

36th National Games logo: 36મી નેશનલ ગેમ્સનો લોગો જાહેર, આજે એમઓયુ સાઈનીંગ તથા લોગો લોન્ચિંગ માટે કાર્યક્રમ યોજાયો

By Bijal Vyas July 22, 2022

36th National Games logo: ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ MoU આધાર સ્થંભ બની રહેશે. 

ગાંધીનગર, 22 જુલાઇઃ 36th National Games logo: આગામી તા. 27 સપ્ટેમ્બરથી તા. 10 ઓક્ટોબર દરમ્યાન યોજાનારી 36મી નેશનલ ગેઇમ્સના લોગોનું લોન્ચીંગ તેમજ આ ગેઇમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર, ઇન્ડીયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરાર MoU  ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં મહાત્મા મંદિર ખાતે સંપન્ન થયા હતા. 

ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું કે, નેશનલ ગેઇમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ MoU આધાર સ્થંભ બની રહેશે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારતમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો છે. ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર, સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે. ફીટ ઇન્ડિયા જેવા અભિયાન ચલાવીને વડાપ્રધાનએ દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસ એક જુવાળ ઉભો કર્યો છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે વ્યાપક ફલક પર સ્પોર્ટસ  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલિમ્પિક જેવી મેગા સ્પોર્ટસ  ઈવેન્ટ્સ યોજવા માટે સજ્જ બની રહ્યું છે તેમાં આ 36મી નેશનલ ગેઇમ્સ પૂરક બનશે. 

મુખ્યમંત્રીએ 36મી નેશનલ ગેઇમ્સ ના લોગો સંદર્ભે કહ્યું કે, ગુજરાતની આગવી ઓળખ એવા ગિરના સિંહ અને વિવિધ રમત ચિન્હોને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. 36મી નેશનલ ગેઇમ્સ નો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે એવી અપેક્ષા તેમણે દર્શાવી હતી. 

36th National Games 2022 MoU signing and logo launching event, Gandhinagar. https://t.co/8nLKXsLtz5

— Harsh Sanghavi (@sanghaviharsh) July 22, 2022

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ખેલકૂદ-સ્પોર્ટસ ના માધ્યમથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ સુપેરે સાકાર થઈ શકે છે. સ્પોર્ટસ  ટીમ-સ્પિરિટ જગાવે છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીનું પરફોર્મન્સ મહત્વનું હોય છે. ખેલાડીની ભાષા, પ્રદેશ, નાતજાત વગેરેનું કોઈ જ મહત્વ હોતું નથી.

તેમણે વધુમાં કહ્યું કે, આઝાદી બાદ નાના-મોટા રજવાડા, પ્રોવિન્સને એક કરીને એક ભારતનો ધ્યેય ગુજરાતના સપૂત સરદાર સાહેબે પાર પાડેલો. એ જ ગુજરાતમાં જ્યારે 36મી નેશનલ ગેઇમ્સ  યોજાતી હોય ત્યારે તેની ટેગ લાઈન એકતાનો મંત્ર જ આપતી હોવી જોઈએ. ‘સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટસ’ આ ટેગ લાઈન એકદમ પરફેક્ટ છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ગેઇમ્સ નું યજમાનપદ ગુજરાતને મળવા બદલ ગૌરવ વ્યક્ત કરતા કહ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દ્રઢ ઇચ્છાશક્તિથી દેશના યુવાઓ અને રાજ્યના રમતવીરોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પુરૂ પાડવાના ઉદ્દેશ સાથે ભારતીય ઓલમ્પિક એસોસિએશન, ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતમાં નેશનલ ગેઇમ્સ -2022નું આયોજન કરવામાં આવ્યુ છે. 

નેશનલ ગેઇમ્સ  માટેનુ આયોજન સામાન્ય રીતે ત્રણ વર્ષ જેટલો સમય માંગી લેતો હોય છે ત્યારે માત્ર ત્રણ માસ જેટલા ખુબ જ ટુંકા સમયગાળામાં ગુજરાતે આ આયોજન કરી બતાવ્યુ છે જે સમગ્ર ટીમ ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે. નેશનલ ગેઇમ્સ માં સહભાગી થનાર તમામ રમતવીરોનું ગુજરાતમાં અનોખી રીતે સ્વાગત કરાશે. 

મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, નેશનલ ગેઇમ્સ નું આટલા ટુંકા ગાળામાં આયોજન એટલા માટે શક્ય બની શક્યુ છે કે રાજ્યમાં અગાઉ વર્ષ 2002માં જે રમત ગમત વિભાગ માટેનુ બજેટ રૂ. 2.5 કરોડ હતુ તે વધીને આજે રૂ. 250 કરોડએ પહોંચી ગયુ છે. એટલુ જ નહિ, ખેલાડીઓને ખેલકૂદ માટે શ્રેષ્ઠ અધ્યતન આંતર માળખાકિય સુવિધાઓના સ્વરૂપે શ્રેષ્ઠ સ્ટેડિયમ્સ અને મેદાનો ગુજરાતે તૈયાર કર્યા છે. રાજ્યના વિવિધ જિલ્લા-શહેરોમાં સ્પોર્ટસ  ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવ્યુ છે.

આ ઉપરાંત રાજ્યના સાડા છ કરોડ નાગરિકોનો સહયોગ આ નેશનલ ગેઇમ્સ ના આયોજનમાં પ્રાપ્ત થશે. આ તમામ બાબતોને પરિણામે જ નેશનલ ગેઇમ્સ -2022નું ગુજરાતમાં થઇ રહેલુ આયોજન માત્ર ત્રણ મહિનાના ટુંકા ગાળામાં સર્વોત્તમ રીતે શક્ય બનશે. 

ગુજરાત પહેલેથી જ આ સ્તરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવા માટે જાણીતું છે અને હાલ અત્યાર સુધીની નેશનલ ગેઇમ્સ  દ્વારા સ્થાપિત કરેલ સ્તરને સર કરવા આત્મવિશ્વાસપૂર્ણ રીતે આગળ વધી રહ્યુ છે તેમ તેમણે ઉમેર્યુ હતું. 

મંત્રીશ્રી કહ્યુ કે, રાજ્યના 18 હજાર ગામડાઓમાંથી પ્રતિભાશાળી રમતવીરોને શોધી કાઢવા માટેની મુહિમ વર્ષ-2010થી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ખેલ મહાકુંભ’ના માધ્યમથી શરૂ કરી હતી. આ મુહિમે આજે ગુજરાતના રમતવીરોને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી છે. રાજ્યના રમતવીરો નેશનલ જ નહિ પરંતુ ઇન્ટરનેશનલ લેવલે પોતાનું યોગદાન આપશે અને રાજ્યનું ગૌરવ વધારશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ Akasa airlines news: દેશને જલ્દીજ મળશે અકાસા એરલાઇનની સુવિધા,આ તારીખથી શરુ થશે પહેલી પ્લાઇટ

ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનના એક્ટીંગ પ્રેસિડેન્ટ અનિલ ખન્નાએ જણાવ્યું કે, 36મી નેશનલ ગેઇમ્સ  માટે ગુજરાત હવે નેશનલ ગેઇમ્સ ની કમાન સંભાળવા તૈયાર છે. દેશનાં ઇતિહાસમાં પ્રથમવાર એવું થવા જઈ રહ્યું છે કે 36મી નેશનલ ગેઇમ્સ માં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં રમતવીરો 36 વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. નેશનલ ગેઇમ્સ ના ઇતિહાસમાં આ વર્ષે સૌથી વધુ 36 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 7 વર્ષના લાંબા સમય બાદ નેશનલ ગેઇમ્સ  યોજવા જઈ રહી છે અને ગુજરાતે માત્ર 3 મહિનાથી ઓછા સમયમાં તેનું સફળ આયોજન કરવાના પડકારને સ્વીકાર્યો છે.

ગુજરાત રાજ્ય ઓલમ્પિક એસોસિયેશનના પ્રેસિડેન્ટ દેવેન્દ્ર સોલંકીએ કહ્યું કે, નેશનલ ગેઇમ્સ એ ખેલાડીઓ માટે એક સ્વપ્ન છે, જે ખેલાડીઓમાં ખેલદિલી, સૌહાર્દ અને એકતાની લાગણીમાં વધારો કરે છે. ખુબ જ ટૂંકા સમયગાળામાં યોજનાર રમતોનું સ્થળ અને સમય નક્કી કરી દેવામાં આવ્યા છે. સાથો સાથ ખેલાડીઓ માટે સર્વોત્તમ રહેવા-જમવા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે કહ્યું કે, આજે આ શુભ અવસર પર દેશના ખૂણે ખૂણાથી ખેલાડીઓ, ખેલ પ્રબંધન સાથે જોડાયેલા લોકો અહી પધાર્યા છે ત્યારે વિવિધતાઓથી ભરેલા ભારત દેશને ઘણી વસ્તુઓ એક સૂત્રથી જોડે છે. રાષ્ટ્રીય એકતા-અખંડિતતાની ભાવના અને પારસ્પરિક મૂલ્યોનાં સન્માનને આપણી સંસ્કૃતિ સાંકળી રાખે છે. તેમાં રમતગમત ક્ષેત્રનું એક વિશિષ્ટ યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં રમતગમત ક્ષેત્રના વિકાસને આગવી ગતિ અને નવી દિશા મળી છે તેનો તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો. 

આ પ્રસંગે ઇન્ડીયન ઓલમ્પિક એસોસિયેશનના સેક્રેટરી જનરલ રાજીવ મહેતા, ગુજરાત રાજ્ય ઓલમ્પિક સંઘના સચિવ આઈ.ડી.નાણાવટી તથા સ્પોર્ટસ  ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સચિવ રોહિત ભારદ્વાજ સહિતનાં અધિકારીશ્રઓ ઉપરાંત રાજ્ય અને જિલ્લા સ્તરના સંગઠનના પ્રતિનિધિઓ, કોચ તથા ટ્રેનરો સહિત પ્રતિભાશાળી ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ 68th National film awards announcement: નેશનલ મીડિયા સેન્ટરમાં 68મા નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત થઈ- વાંચો વિજેતાની યાદી

Gujarati banner 01

36th National Games logoCM bhupendra patelgujaratHarsh sanghaviindiaSports

Post navigation

Azadi ni train ane station: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘આઝાદી ની ટ્રેન અને સ્ટેશન’ થીમ પર સાબરમતી સ્ટેશન પર પ્રદર્શનનું આયોજન
Iconic week: સ્વતંત્રતા સેનાની ના પરિવાર જનો તરફ થી અહિંસા એક્સપ્રેસનું “ફ્લેગ ઓફ”

તાજા ખબર

  • Digital Life Certificate: રાજકોટ રેલવે ડિવિઝને “ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન ૪.૦” સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
  • 108 Emergency Service: 108 ઇમરજન્સી સેવા કર્મચારીઓનું પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ
  • Amdavad Shopping Festival: અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી હસ્તકળાનું વૈશ્વિક મંચ
  • Cable Landing Station Project: આણંદ જિલ્લાના ધુવારણમાં કાર્યરત થશે કેબલ લેન્ડિંગ સ્ટેશન પ્રોજેક્ટ
  • Vivek Exp Schedule: ઓખા-તૂતિકોરિન વિવેક એક્સપ્રેસ કોવિલપટ્ટી સ્ટેશન સુધી જશે
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.