Akasa airlines

Akasa airlines news: દેશને જલ્દીજ મળશે અકાસા એરલાઇનની સુવિધા,આ તારીખથી શરુ થશે પહેલી પ્લાઇટ

Akasa airlines news: એરલાઈન્સે આજથી એટલે કે 22 જુલાઈથી ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે. અકાસાની ફ્લાઈટ હાલ મુંબઈ-અમદાવાદ અને બેંગલુરુ-કોચી રૂટ પર ઓપરેટ કરવામાં આવશે

નવી દિલ્હી, 22 જુલાઇઃ Akasa airlines news: સૌથી સસ્તી ટિકિટ 3282 રૂપિયા, પહેલી ફ્લાઇટ 7 ઓગસ્ટે અમદાવાદથી મુંબઈ આવશે, રોજની બે ફ્લાઈટ શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની ‘અકાસા એર’ 7 ઓગસ્ટે લોન્ચ થવાની છે. એરલાઈન્સે આજથી એટલે કે 22 જુલાઈથી ટિકિટ બુકિંગ શરૂ કરી દીધું છે. અકાસાની ફ્લાઈટ હાલ મુંબઈ-અમદાવાદ અને બેંગલુરુ-કોચી રૂટ પર ઓપરેટ કરવામાં આવશે.ફ્લા ઈટનું ન્યૂનતમ ભાડું 3282 રૂપિયા છે. અકાસા લો કોસ્ટ એરલાઈન્સ છે, તેથી એ સ્પાઈસજેટ, ઈન્ડિકા અને ગો ફર્સ્ટ જેવી કંપનીને સીધી ટક્કર આપશે.

એરલાઈન્સના ફાઉન્ડર અને CEO વિનય દુબેનું કહેવું છે કે ટિકિટનું વેચાણ શરૂ થતાં અમે ખૂબ ખુશ છીએ. મુંબઈ-અમદાવાદ રૂટઅકાસા એર બુધવારને બાદ કરતાં રોજ મુંબઈ-અમદાવાદ વચ્ચે ઓપરેટ કરાશે. મુંબઈથી એનો ડિપાર્ચર ટાઈમ 10.05નો હશે. એ જ રીતે અમદાવાદથી પરત થવાનો ટાઈમ બપોરે 12.05નો છે. મુંબઈથી ફ્લાઈટની ટિકિટ 4,314 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે અમદાવાદથી ફ્લાઈટની ટિકિટ 3,906 રૂપિયા છે.

મુંબઈથી અમદાવાદની બીજી ફ્લાઈટ બપોરે 2.05 વાગે ઉડાન ભરશે, જ્યારે અમદાવાદથી રિટર્ન 4.05એ થશે. આ ફ્લાઈટ માટે મુંબઈથી ટિકિટ 3,948 રૂપિયાથી શરૂ થશે, જ્યારે અમદાવાદથી ફ્લાઈટની ટિકિટ 5,008 રૂપિયાથી શરૂ થશે. બેંગલુરુ-કોચી રૂટએરલાઈન બેંગલુરુથી કોચી રૂટ માટે સવારે 7.15 અને 11 વાગે રોજ ઓપરેટ થશે. એની ટિકિટ 3,483 રૂપિયા રાખવામાં આવી છે. કોચીથી પરત ઉડાન સવારે 9.05 અને બપોરે 1.10 વાગે છે. એની ટિકિટની કિંમત 3,282 રૂપિયાથી શરૂ થાય છે.

આ પણ વાંચોઃ 68th National film awards announcement: નેશનલ મીડિયા સેન્ટરમાં 68મા નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત થઈ- વાંચો વિજેતાની યાદી

મોબાઈલ એપ, વેબસાઈટથી કરી શકાશે બુકિંગફ્લાઈટ બુકિંગ મોબાઈલ એપ, મોબાઈલ વેબ અને ડેસ્કટોપ વેબસાઈટ www.akasaair.com, ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી કરી શકાય છે. એરલાઈન્સની ઓન-બોર્ડ મીલ સર્વિસ પણ છે, જેને કેફે અકાસાથી બુક કરી શકાય છે. પાસ્તા, વિયેતનામી રાઈસ રોલ, હોટ ચોકલેટ અને ઈન્ડિયન કૂકીઝ જેવી વસ્તુઓ અકાસા કેફેમાં અવેલેબલ છે.2023થી ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ થશે2023ના ઉનાળા સુધીમાં અકાસા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરી દેશે.

ત્યાં સુધીમાં 20 એરક્રાફ્ટ સામેલ થશે. અકાસામાં અત્યારે 737 મેક્સ પાસે મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ઉડાન ભરવાનો ઓપ્શન હશે.એરલાઈન્સ કોડ ‘QP’ અને લોગો ‘રાઈઝિંગ A’એકાસાનો એરલાઈન્સ કોડ QP છે. દુનિયાની દરેક એરલાઈનનો એક ડિઝાઈનર કોડ હોય છે. ઉદાહરણ તરીકે ઈન્ડિગોનો કોડ 6E, ગો ફર્સ્ટનો G8 અને એર ઈન્જિયાનો AI છે. અકાસા એરલાઈનનો લોગો ‘રાઈઝિંગ A’છે.

કંપનીએ જ્યારે લોગો લોન્ચ કર્યો ત્યારે જણાવ્યું હતું કે ‘રાઈઝિંગ A’ સ્પિરિટ ઓફ ફ્લાઈંગ, એમ ઓફ હાઈટ અને પરસ્યૂટ ઓફ ડ્રીમ્સને રિપ્રેઝન્ટ કરે છે. લોગોમાં ‘સનરાઈઝ ઓરેન્જ’ અને ‘પેશનેટ પર્પલ’ રંગ ઊર્જા દર્શાવે છે. એવિયેશન ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ મુશ્કેલ2012માં કિંગફિશર બેન્ક, કર્મચારી અને એરપોર્ટનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહી અને પરિણામે બંધ થઈ ગઈ. જ્યારે જેટ એરવેઝની પાસે કોર્ટની દખલગીરી પછી નાદારી-સમાધાન પછી નવા માલિક છે. સ્પાઈસ જેટની સ્થિતિ પણ સારી નથી. ટૂંકમાં જે લોકો આ બિઝનેસમાં છે તેમના માટે આ સમય ઘણો મુશ્કેલ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ National flag day: તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન- આજે આપણા રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગાનો જન્મદિવસ

Gujarati banner 01