Gujarat Titans

Gujarat titans full squad 2023: આઈપીએલ 2023 પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી વિના મેદાનમાં ઉતરવું પડશે

Gujarat titans full squad 2023: ડેવિડ મિલર પોતાની IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ સાથે શરૂઆતની કેટલીક મેચો માટે જોડાઇ શકશે નહીં

ખેલ ડેસ્ક, 21 માર્ચ: Gujarat titans full squad 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્રણ વર્ષ બાદ આ વખતે IPL તેના જૂના રંગ અને ઉત્સાહમાં જોવા મળશે. સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

આ મેચ પહેલા હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ચેમ્પિયન ગુજરાતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કેમકે 31મી માર્ચે હાર્દિકને તેના એક સ્ટાર ખેલાડી વિના મેદાનમાં ઉતરવું પડશે. ખાસ વાત એ છે કે ગત વખતે ટીમને ચેમ્પિયન બનાવવામાં આ જ ખેલાડીનું મહત્વનું યોગદાન હતું.

અમે વાત કરી રહ્યા છે દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ડેવિડ મિલરની. જે પોતાની IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ સાથે શરૂઆતની કેટલીક મેચો માટે જોડાઇ શકશે નહીં. ખુદ મિલરે પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તે ટીમમાં સામેલ ન થઈ શક્યો તે ખૂબ જ દુઃખની વાત છે. ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં હું થોડો નિરાશ થયો છું. તેણે IPL 2022માં 16 ઇનિંગ્સમાં 481 રન બનાવ્યા હતા અને ઘણીવાર ટીમને અંતે જીત અપાવી હતી

ડેવિડ મિલર શા માટે ઓપનિંગ મેચ રમી શકશે નહીં?

દક્ષિણ આફ્રિકાએ નેધરલેન્ડ સામે ફરીથી નિર્ધારિત ODI શ્રેણીની બાકીની બે મેચ રમવાની છે. આ મેચો 31 માર્ચ અને 2 એપ્રિલે રમાશે. ડેવિડ મિલર દક્ષિણ આફ્રિકાની ટીમનો મહત્વનો ભાગ છે. જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ મેચ 31મી માર્ચે ચેન્નાઈ સામે અને ત્યારબાદ બીજી મેચ 4 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

આફ્રિકન ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ ટેબલમાં પહેલાથી જ પાછળ છે. તે અર્થમાં, ટીમ કોઈપણ પ્રકારની ઢીલ આપ્યા વિના મજબૂત ટુકડી સાથે ત્યાં ઉતરવા માંગશે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મિલર આ બંને મેચમાં રમી શકશે નહીં, તો તે 9 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટીમ માટે ત્રીજી મેચમાં એક્શનમાં જોવા મળી શકે છે.

આ ફ્રેન્ચાઈઝીને પણ ફટકો પડી શકે છે

શરૂઆતની મેચોમાં દક્ષિણ આફ્રિકાના કેટલાક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીને કારણે માત્ર ડેવિડ મિલર જ નહીં, આઈપીએલની કેટલીક અન્ય ફ્રેન્ચાઈઝીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વર્લ્ડ કપ સુપર લીગ અનુસાર, ક્રિકેટ દક્ષિણ આફ્રિકા કોઈ છૂટ આપશે નહીં.

આવી સ્થિતિમાં એડન માર્કરામ (સનરાઈઝર્સ હૈદરાબાદ), હેનરિક ક્લાસેન (સનરાઈઝર્સ હૈદરાબાદ), માર્કો જેન્સેન (સનરાઈઝર્સ હૈદરાબાદ), એનરિચ નોરખિયા (દિલ્હી કેપિટલ્સ), કાગીસો રબાડા (દિલ્હી કેપિટલ્સ) અને ક્વિન્ટન ડી કોક (લખનૌ સુપર જાયન્ટ્સ) જેવા ખેલાડીઓ IPL 2023માં પાછળથી જોડાઈ શકે છે.

આ પણ વાંચો: Delhi gov budget 2023: ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારના બજેટને આપી મંજૂરી, જાણો કેમ અટકી હતી ફાઈલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો