sabarmati jail

Home Minister Harsh Sanghvi reached Sabarmati Jail: ગૃહમંત્રી હર્ષ સંઘવી સાબરમતી જેલમાં પહોંચ્યા, કાર્યક્રમ અધૂરો મૂકી પહોંચતા અનેક તર્ક વિતર્ક

Home Minister Harsh Sanghvi reached Sabarmati Jail: અમદાવાદમાં શાહીબાગનો કાર્યક્રમ અધૂરો મૂકીને અચાનક સાબરમતી જેલમાં પહોંચ્યા હતા જેથી અનેત તર્ક વિતર્ક પણ સેવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રી અચાનક ત્યાં પહોંચતા રાજ્ય જેલ વડા કે.એલ. એન રાવ પણ ત્યાં પહોંચ્યા હતા. 

અમદાવાદ, 20 માર્ચ: Home Minister Harsh Sanghvi reached Sabarmati Jail: અમદાવાદમાં શાહીબાગનો કાર્યક્રમ અધૂરો મૂકીને અચાનક સાબરમતી જેલમાં પહોંચ્યા હતા જેથી અનેત તર્ક વિતર્ક પણ સેવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રી અચાનક ત્યાં પહોંચતા રાજ્ય જેલ વડા કે.એલ. એન રાવ પણ ત્યાં પહોંચ્યા હતા. 

કુખ્યાત માફીયા અતિક અહેમદ પણ અત્યારે સાબરમતી જેલમાં બંધ છે. ગૃહ મંત્રી અચાનક ત્યાં પહોંચતા આ મામલે અનેક તર્ક વિતર્ક સેવવામાં આવી રહ્યો છે. જો કે, સાબરમતી જેલમાં કેમ પહોંચ્યા તેને લઈને કોઈ સત્તાવાર વિગતો નથી પરંતુ સાબરમતી જેલમાં ખુદ ગૃહમંત્રી પહોંચતા સવાલો એ છે કે, અચાનક કાર્યક્રમ છોડીને જ શા માટે તેઓ ત્યાં પહોંચ્યા. જો કે, આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ.  

અતીક અહેમદ કડી સુરક્ષા વચ્ચે રહે છે 
માફિયા અતીક અહેમદને જૂન 2019માં અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારથી તે જેલની અત્યંત સંવેદનશીલ અને ઉચ્ચ સુરક્ષાવાળી બેરેકમાં બંધ છે. જેલની આ બેરેક પર કડક નજર રાખવામાં આવી રહી છે. જેલમાં માફિયા કડક નિયમોનો સામનો કરવો પડ્યો છે. તેને સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યો છે.

Advertisement

હાઈ સિક્યોરિટી બેરેકમાં બંધ માફિયા અતીક અહેમદ એકલા દિવસ પસાર કરવા મજબૂર છે. તેને જેલના અન્ય કેદીઓની જેમ હલનચલન અને વાત કરવાની મંજૂરી નથી. આલમે માટે બેરેકની બહાર પગ પણ મુકવા નથી મળતો. સાબરમતી જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈ સિક્યોરિટી બેરેકમાં કેદી ગમે તેમ કરીને એકલો રહે છે, પરંતુ અતીક અહેમદના જૂના ઈતિહાસને જોતા તેને સુરક્ષાની દૃષ્ટિએ કોઈના સંપર્કમાં આવવા દેવામાં આવતો નથી.

આ પણ વાંચો:Gujarat titans full squad 2023: આઈપીએલ 2023 પહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી વિના મેદાનમાં ઉતરવું પડશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Advertisement