Gujarat Titans jersey

Gujarat Titans Jersey Changed: ગુજરાત ટાઇટન્સ બદલાયેલી જર્સી સાથે રમશે, જાણો શું છે કારણ…

Gujarat Titans Jersey Changed: કેન્સર વિશે જાગૃતિ લાવવા ગુજરાત ટાઇટન્સ આજે હૈદરાબાદ સામે હળવા જાંબલી રંગની જર્સી પહેરશે

ખેલ ડેસ્ક, 15 મેઃ Gujarat Titans Jersey Changed: આ દિવસો ભારતમાં આઇપીએલનો રોમાંચ છવાયો છે. દરમિયાન આજે ટુર્નામેન્ટની 62મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે. મેચમાં હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ બદલાયેલી જર્સી સાથે રમશે. હકીકતમાં, કેન્સર વિશે જાગૃતિ લાવવા ગુજરાત ટાઇટન્સ આજે હૈદરાબાદ સામે હળવા જાંબલી રંગની જર્સી પહેરશે.

ફ્રેન્ચાઇઝીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, તમામ પ્રકારના કેન્સરનું પ્રતીક આછો જાંબલી રંગ જે આપણને કેન્સર સામે લડી રહેલા દરેક જીવનની યાદ અપાવે છે. આ રંગ પહેરીને, હાર્દિક પંડ્યાની ટીમ કેન્સરની વહેલી તપાસ અને નિવારણના મહત્વ વિશે જાગૃતિ લાવવા માંગે છે.

ટીમના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું કે, કેન્સર વિશ્વભરમાં લાખો લોકોના મૃત્યુનું કારણ છે. તેમજ દર્દીઓ અને તેમના પરિવારો પર વિનાશક અસર કરે છે. અમે કેન્સર વિશે જાગૃતિ વધારવામાં અમારો ભાગ ભજવીને ખુશ છીએ, જે લોકોને માત્ર વહેલા નિદાનના મહત્વ વિશે જ નહીં, પરંતુ કેન્સરના જોખમને ઘટાડવા માટે તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાના મહત્વ વિશે પણ શિક્ષિત કરવાનો પ્રયાસ છે.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે, કેન્સર એક એવી લડાઈ છે જે દેશ અને દુનિયાના ઘણા લોકો લડી રહ્યા છે. એક ટીમ તરીકે, અમે આ જીવલેણ રોગ વિશે જાગૃતિ લાવવા માંગીએ છીએ. આછા જાંબલી જર્સી પહેરવી એ કેન્સર પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની અમારી રીત છે.

આ પણ વાંચો… Daughter death: પિતા સાથે રમતી દીકરીનું પંખામાં આવી જતા થયું દર્દનાક મોત, જાણો ક્યાંની છે ઘટના…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો