Banner

Daughter death: પિતા સાથે રમતી દીકરીનું પંખામાં આવી જતા થયું દર્દનાક મોત, જાણો ક્યાંની છે ઘટના…

Daughter death: સુરતના ખાનપુરા વિસ્તારની ઘટના; બાળકીનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યુ

સુરત, 15 મેઃ Daughter death: સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પિતાના હાથે માસૂમ બાળકીની મોત થઈ ગઈ છે. ઘટનાની હકીકત એવી છે કે પિતા બાળકીને પ્યારથી ઉછાડીને રમાડી રહ્યો હતો. આ દરમિયાન બાળકી પંખાના ઝપેટમાં આવી જતા તે ગંભીર રૂપ થી ઘાયલ થઈ ગઈ હતી. તેને તત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લેવી જવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના લિંબાયતમાં આવેલા ખાનપુરા વિસ્તારમાં મસરુદ્દીન શાહનો પરિવાર રહે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મસરુદ્દીનને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. મસરુદ્દીન તેની ત્રણ મહિનાની ત્રીજા નંબરની દીકરી ઝોયાને ઉછાળી ઉછાળીને રમાડી રહ્યા હતા.

આ દરમિયાન ઝોયાનું માથું પંખાની એક પાંખમાં આવી ગયું હતું. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેથી તાત્કાલિક બાળકીને લોહીલુહાણ હાલતમાં જ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આ બાળકી ઝોયાનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યુ હતુ.

આ પણ વાંચો… Symptoms of Heart Attack: એકાએક નથી આવતો હૃદયરોગનો હુમલો, આ લક્ષણો દેખાતા જ થઈ જાઓ સતર્ક

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો