Murali sreeshankar wins Silver medal

Murali sreeshankar wins Silver medal: 44 વર્ષ બાદ મુરલી શ્રીશંકરે લોન્ગ જંપમાં ભારતને અપાવ્યો પ્રથમ સિલ્વર

Murali sreeshankar wins Silver medal: મુરલીએ 8.08 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો

સ્પોર્ટ્સ ડેસ્ક, 05 ઓગષ્ટઃ Murali sreeshankar wins Silver medal: ભારતના સ્ટાર એથલીટ મુરલી શ્રીશંકરે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ઈતિહાસ રચ્યો છે. શ્રીશંકરે પુરૂષો માટેની લોન્ગ જંપ ઈવેન્ટમાં પ્રથમ વખત ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. મુરલીએ 8.08 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેડલ જીત્યો છે. જો ઓવરઓલ જોઈએ તો તેઓ કોમનવેલ્થ લોન્ગ જંપમાં મેડલ જીતનારા બીજા ભારતીય પુરૂષ એથલીટ છે. 

44 વર્ષ પહેલા મળ્યો હતો મેડલ

કોમનવેલ્થની લોન્ગ જંપ સ્પર્ધામાં ભારતને 44 વર્ષ પહેલા પ્રથમ મેડલ મળ્યો હતો. 1978માં કેનેડા ખાતે આયોજિત કોમનવેલ્થમાં સુરેશ બાબુએ દેશ માટે બ્રોન્ઝ મેડલ જીતી આપ્યો હતો. 

Advertisement

આ પણ વાંચોઃ World Culture Day: સંસ્કૃતિ દિવસ પર સ્થાનિક – આદિવાસી યુવક/યુવતી બન્યા સંસ્કૃત રેડિયો જૉકી

કેરળના શ્રીશંકરે ઈંગ્લેન્ડની હાડકાં ગાળી દેતી ઠંડીનો સામનો કરીને પોતાની જાતને મજબૂત બનાવી રાખી હતી. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન આપનારા શ્રીશંકરે ફાઈનલ રાઉન્ડમાં ભારે ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. એપેન્ડિસાઈટિસના કારણે તેઓ 2018ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ ચૂકી ગયા હતા. 

એથલેટિક્સમાં ભારતનો બીજો મેડલ

Advertisement

કોમનવેલ્થ ગેમ્સ 2022ની એથલેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે. અગાઉ તેજસ્વીન શંકરે હાઈ જંપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શ્રીશંકર ઉપરાંત મોહમ્મદ અનીસ યાહિયા પણ ફાઈનલમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ 7.97 મીટરના બેસ્ટ જંપ સાથે 5મા ક્રમે રહ્યા. 

આખો પરિવાર રમત સાથે સંકળાયેલો

23 વર્ષીય શ્રીશંકરે પોતાને મળેલો આ મેડલ પોતાના પરિવાર અને દેશને સમર્પિત કર્યો છે. મુરલીના કહેવા પ્રમાણે તેનો આખો પરિવાર રમત-ગમત ક્ષેત્રે છે. તેમના ઘરે ભોજન સમયે પણ રમતોની વાતો થાય છે અને ટીવીમાં પણ સ્પોર્ટ્સ જોવામાં આવે છે. લોકડાઉન સમયે એક કઝિને ખૂબ સપોર્ટ આપ્યો હતો અને અલગ જિમ બનાવી આપ્યું હતું. 

Advertisement

આ પણ વાંચોઃ Distribution of Tricolor by Rajkot Railway: રાજકોટ રેલવે ડિવિઝનમાં તિરંગા વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો

Gujarati banner 01