Distribution of Tricolor by Rajkot Railway: રાજકોટ રેલવે ડિવિઝનમાં તિરંગા વિતરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો

Distribution of Tricolor by Rajkot Railway: આજે DRM ઓફિસ રાજકોટમાં કાર્યરત 250 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું

રાજકોટ, 05 ઓગષ્ટ: Distribution of Tricolor by Rajkot Railway: આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવી રહેલ આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ, 2022 સુધી હર ઘર તિરંગા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે તિરંગો ફરકાવવાનો છે.

રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને આજે તમામ શાખા અધિકારીઓની હાજરીમાં તિરંગા વિતરણ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

6664c6a1 f15c 4db0 98df c84345731804

જૈન દ્વારા આજે DRM ઓફિસ રાજકોટમાં કાર્યરત 250 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ NIA Arrest salim fruit: NIA દ્વારા દાઉદના જમણા હાથ સમાન છોટા શકીલના બનેવી સલીમ કુરૈશીની ધરપકડ

આ અંતર્ગત કર્મચારીઓ અને અધિકારીઓને લગભગ 6000 ત્રિરંગાનું વિતરણ કરવામાં આવશે, જેમાં તમામ રેલવે સ્ટેશન, રેલવે કોલોની, રેલવે હોસ્પિટલ, કાર્યાલયો વગેરેને સામેલ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફ, આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર અનિલ શર્મા, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Rahul Gandhi was taken into custody: કેન્દ્ર સરકારની અનેક યોજનાનો વિરોધ પ્રદર્શન કરવા પર રાહુલ ગાંધી કસ્ટડીમાં લેવાયા- વાંચો વિગત

Gujarati banner 01