Chundadi vala mataji birth anniversary

Chundadi vala mataji birth anniversary: અંબાજીના ગબ્બર ઉપર ચુંદડીવાળા માતાજી નો 95 જન્મદિવસ મનાવ્યો, 93 વર્ષની ઉંમરે તેઓ દેવલોક પામ્યા હતા

Chundadi vala mataji birth anniversary: ચુંદડીવાળા માતાજી 11 વર્ષની ઉંમરે પોતે અન્નજળ ત્યાગીને માત્ર હવા ઉપર જીવતા હતા

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 05 ઓગષ્ટઃ Chundadi vala mataji birth anniversary: શક્તિપીઠ અંબાજી નગરીના ગબ્બર ગઢ વિસ્તારમાં છેલ્લા 93 વર્ષથી રહેતા ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની નો આજે 95 મો જન્મદિવસ તેમના ભક્તો દ્વારા કેક કાપી ને માતાજીની આરતી સાથે નવચંડી યજ્ઞ કરીને મનાવવામાં આવ્યુ હતુ.
અંબાજીના ગબ્બર ખાતે રહેતા ચુંદડીવાળા માતાજી 11 વર્ષની ઉંમરે પોતે અન્નજળ ત્યાગીને માત્ર હવા ઉપર જીવતા હતા અને તેમના ઉપર અનેક પરીક્ષણ થયા હોવા છતાં વિજ્ઞાનને પણ માત આપી હતી પણ તેઓનું 93 વર્ષની ઉંમરે તેઓ દેવલોક પામતાં અંબાજી ગબ્બર વિસ્તારમાં ભારે સન્નાટો છવાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Murali sreeshankar wins Silver medal: 44 વર્ષ બાદ મુરલી શ્રીશંકરે લોન્ગ જંપમાં ભારતને અપાવ્યો પ્રથમ સિલ્વર
આજે તેમની ગેરહાજરીમાં પણ તેમના ભક્તો દ્વારા ગબ્બર ચુંદડી વાળા માતાજી ની ગુફા ખાતે કેક કાપી ચુંદડીવાળા માતાજી ને 95 વર્ષને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આદિવાસી લોકો એ પણ ચુંદડીવાળઆ માતાજી નો જન્મ દિવસ દેશી ઢોલ કરતા સાથે પોતાની સંસ્કૃતિમાં નાચગાન કરીને મનાવ્યો હતો

Advertisement
8fe95ef4 e7a7 4fba ad2e a3b66ec66c88

જોકે અંબાજી ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની દેવલોક થતતા છેલ્લા બે વર્ષથી નથી પણ તેમની મૂળ જગ્યાએ તેમની પ્રતિમા બનાવીને બેસાડવામાં આવી છે જ્યાં ભકતો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે, અમદાવાદથી આવેલા તેમના અનુયાયી જશુભાઇ પટેલ પણ તેમની ગેરહાજરીમાં તેમના જન્મદિવસને જન્મદિવસ માં આવતા ભારે ભાવુક બન્યા હતા અને તેમને તેમનું શરીર માત્ર નથી પણ તેમની આત્મા અમર છે અને તે આ સ્થળ ઉપરજ છે તેમ કહી ભાવુક બન્યા હતા અને લોકો આજે પણ તેમની ગેરહાજરીમાં મોટી સંખ્યામાં તેમના સ્થળે જોવા મળે છે.

આ પણ વાંચોઃ World Culture Day: સંસ્કૃતિ દિવસ પર સ્થાનિક – આદિવાસી યુવક/યુવતી બન્યા સંસ્કૃત રેડિયો જૉકી

Gujarati banner 01

Advertisement