Neil wagner Announce Retirement

Neil wagner Announce Retirement: ટીમમાં પસંદ ન થવાને કારણે આ અનુભવી બોલરે ક્રિકેટને કહ્યુ અલવિદા- વાંચો વિગત

Neil wagner Announce Retirement: ફાસ્ટ બોલર નીલ વેગનરે 37 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Neil wagner Announce Retirement:ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના અનુભવી ફાસ્ટ બોલર નીલ વેગનરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આખરે તેણે પોતાની 12 વર્ષની લાંબી કારકિર્દીનો અંત લાવવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે. સાઉથ આફ્રિકા સામે તેની છેલ્લી ટેસ્ટ રમ્યા બાદ વિદાય લેતી વખતે તેની આંખોમાં આંસુ હતા. ફાસ્ટ બોલર નીલ વેગનરે 37 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

DA Hike: કેન્દ્રીય સરકારની મોટી જાહેરાત, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કરશે વધારો

ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં તે પાંચમા ક્રમે છે. આ ડાબોડી ફાસ્ટ બોલરને ઓસ્ટ્રેલિયા સામે ગુરુવારથી શરૂ થનારી પ્રથમ પાંચ ટેસ્ટ મેચ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્થાન મળવાની શક્યતા ઓછી હતી અને તેણે ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

વેગનરે મંગળવારે કહ્યું, “આ અઠવાડિયું ભાવનાત્મક રહ્યું છે, એ વસ્તુથી દૂર જવું સહેલું નથી જેણે તમને ઘણું બધું આપ્યું હોય, પરંતુ હવે સમય છે કે અન્યને તક આપો અને ટીમને આગળ લઈ જાઓ. મેં ન્યૂઝીલેન્ડ માટે મારી ટેસ્ટ ક્રિકેટની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે અને એક ટીમ તરીકે અમે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેના પર મને ગર્વ છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો